સૂર્યદેવના આકરા તાપના કારણે ઘણી જગ્યાએ મતદારો મત આપવા નીકળ્યા નહીં: કેટલાક મતદારોના નામ કમી થયેલા હોય નારાજ થયા
ગોંડલ સ્થાનીક સ્વરાજ્ય ની ચુંટણીઓ માં ગત વર્ષ કરતા તાલુકા પંચાયત તથા નગરપાલિકા માં 10% ઘટાડો નોંધાયો છે.નગરપાલિકા માં 48.51 % તથા તાલુકા પંચાયત માં 46.31% મતદાન નોંધાયુ છે. આકરા તાપને કારણે મતદાતાઓની નિરસતા મતદાન ઉપર અસરકર્તા બની હતી.
નગરપાલિકા ની ચૂંટણીમાં ભાજપે પહેલાથી જ કુલ 44 બેઠકો માંથી 20 બેઠકો ઉપર બિન હરીફ જીત મેળવી લીધી છે ત્યારે 24 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં 48.51 % મતદાન નોંધાયું હતું કુલ 52826 મતદારોમાંથી 25626 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં 14061 પુરુષો 11025 સ્ત્રીઓ એ મતદાન કર્યું હતું વોર્ડ નંબર 4 માં 64.43% સૌથી વધુ મતદાન થયું હતું જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 7 માં 36% મતદાન થયું હતું. ગતવર્ષ 2021ની ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન 58% મતદાન થયું હતું.જેની સરખામણીમાં આ વખતે 10% મતદાન ઓછુ થયુ છે.
એવી જ રીતે તાલુકા પંચાયતની 22 બેઠકો માંથી એક બેઠક બિન હરીફ થઈ હોય 21 માટે યોજાયેલ ચૂંટણીમાં 46.31% મતદાન નોંધાયું હતું કુલ 132036 મતદારોમાંથી 61152 મતદારો એ મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો જેમાં 35709 પુરુષો 25443 સ્ત્રીઓ એ મતદાન કર્યું હતું દડવા હમીર પર બેઠકનું સૌથી વધુ 63.40 % મતદાન નોંધાયું હતું જ્યારે ત્રાકુડા બેઠક નું 36.15 % સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. ગતવર્ષ 2021 માં યોજાયેલી ગોંડલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 22 બેઠકો માટે 65% મતદાન થયું હતું.જેની સરખામણી એ આ વખતે 10% ઓછુ મતદાન થયુ છે.
લીલાખા ગામે ભાજપ અને આપનાં કાર્યકરો વચ્ચે ધબાધબી
ગોંડલનાં લીલાખા ગામે મતદાન પુર્ણ થવાનાં કલાક પહેલાં મતદાન મથક બહાર ભાજપ તથા આપનાં કાર્યકરો વચ્ચે ઉગ્ર માથાકુટ સર્જાઇ હતી.અને બન્ને જુથ આમને સામને આવી ગયા હતા. બનાવ અંગે લીલાખાનાં વતની જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ કહ્પુ કે આપ નાં ઉમેદવાર મેહુલ આસોદરીયા કેટલાક મતદાર દારુ પીને ખેલ કરેછે.તેવા આક્ષેપ સાથે મતદારો ને મતદાન કરતા રોકવા પ્રયાસ કરતા હોય ભાજપ નાં કાર્યકરો ઉશ્કેરાયા હતા.અને સામસામી બોલાચાલી સાથે માથાકુટ થઈ હતી.પોતે ત્યાં હાજર હોય દોડી જઇ દરમ્યાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો.બીજી બાજુ આપ નાં નેતા જીગીશા પટેલે કહ્યુ કે આપ નાં તાલુકા પંચાયત ની બેઠક નાં ઉમેદવાર મેહુલભાઈ નાં માતા તથા બહેન બુથ ઉપર એજન્ટ તરીકે બેઠા હતા.ત્યારે ધસી આવેલા ભાજપ નાં કાર્યકરોએ બોગસ મતદાન કરવાનો પ્રયત્ન કરતા અને મેહુલભાઈ દ્વારા તેમને રોકતા ઉશ્કેરાઈ જઈ માથાકુટ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ નાં લોકોએ દાદાગીરી કરી પચાસ મત બોગસ નાખ્યા હતાં.
