લક્ષદ્વીપમાં 47 વર્ષ જૂની દારૂબંધી નાબૂદ

કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં કેન્દ્ર સરકારે એક મોટો ફેરફાર કર્યો છે. છેલ્લા 47 વર્ષથી અમલમાં રહેલા ’લક્ષદ્વીપ પ્રોહિબિશન રેગ્યુલેશન, 1979’ને સત્તાવાર રીતે રદ કરી દેવાયો છે.…

કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં કેન્દ્ર સરકારે એક મોટો ફેરફાર કર્યો છે. છેલ્લા 47 વર્ષથી અમલમાં રહેલા ’લક્ષદ્વીપ પ્રોહિબિશન રેગ્યુલેશન, 1979’ને સત્તાવાર રીતે રદ કરી દેવાયો છે. આ સાથે જ 97% મુસ્લિમ બહુમતી ધરાવતા આ દ્વીપસમૂહમાં હવે પરવાના (લાઇસન્સ) ધરાવતી દુકાનો અને આઉટલેટ્સ દ્વારા નિયંત્રિત પદ્ધતિથી દારૂૂના વેચાણને મંજૂરી મળશે. 5 જૂનના રોજ જાહેર કરાયેલા ગેઝેટ નોટિફિકેશન દ્વારા આ નવો નિર્ણય લેવાયો છે.

જૂની સંપૂર્ણ દારૂૂબંધીના સ્થાને હવે ’લક્ષદ્વીપ આબકારી નિયમન, 2026’ લાગુ કરાયો છે. આ કાયદો દારૂૂના ઉત્પાદન, આયાત-નિકાસ, પરિવહન, વેચાણ અને વપરાશને નિયંત્રિત કરવા માટે એક કડક લાઇસન્સિંગ ફ્રેમવર્ક પૂરું પાડે છે. આ નિયમ હેઠળ સરકારી માલિકીની કોર્પોરેશનો અને એજન્સીઓ પણ આલ્કોહોલિક પીણાના રિટેલ વેચાણ માટે લાઇસન્સ મેળવી શકશે.

જો કે, અહીંની સ્થાનિક સામાજિક અને ધાર્મિક સ્થિતિઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દારૂૂ પર એક્સાઇઝ ટેક્સ અત્યંત ઊંચો રાખ્યો છે. ઇન્ડિયન મેડ ફોરેન લિકર (IMFL) અને વિદેશી દારૂૂ પર 400%, બિયર પર 200%, વાઇન પર 80% છે. શહેરોમાં IMFL, બિયર અને વાઇન પર માત્ર 25% વેટ (VAT) વસૂલવામાં આવે છે, જેની સરખામણીએ લક્ષદ્વીપમાં આ દર ઘણો વધારે છે.

નવા કાયદા હેઠળ પણ લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર પાસે દારૂૂના વપરાશ પર નિયંત્રણ રાખવા, ખરીદીની મર્યાદા નક્કી કરવા અને જરૂૂર જણાયે લક્ષદ્વીપના કોઈપણ ભાગમાં ફરીથી સંપૂર્ણ દારૂૂબંધી લાદવાની સર્વોચ્ચ સત્તા સુરક્ષિત રાખવામાં આવી છે. આ ઉપરાંત, 21 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને દારૂૂ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.