રાષ્ટ્રીય
મહારાષ્ટ્રમાં નવા 47 લાખ મતદારોએ એમવીએનો ખેલ બગાડયો
મહારાષ્ટ્રની ચૂંટણીમાં ઇવીએમની ગોલમાલ સામે લોકો આંદોલન કરી રહ્યા છે. કોયડાનું ગણિત સમજવા જેવું છે.ઑક્ટોબર 19, 2024ના રોજ, એમવીએમ ગઠબંધન પક્ષોએ ભારતના ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો કે ભાજપ મતદાર યાદીમાં મોટા પાયે છેતરપિંડી કરે છે, જેમાં દરેક મતવિસ્તારમાં ખટઅ સમર્થકોના 10,000 મતો કાઢી નાખવાનો સમાવેશ થાય છે.
વિપક્ષોની ફરિયાદ હતી કે ભાજપ તેમના દ્વારા કાઢી નાખવામાં આવતા 10,000 નામોને છુપાવવા માટે 10,000 નકલી મતદારોને જોડે છે. એવી આશંકા હતી કે રાજ્યમાં એમવીએ સમર્થકોના નામોની કુલ સંખ્યા 30 લાખ જેટલી હોઈ શકે છે. એમવીએના ત્રણ મુખ્ય પક્ષોના મત લોકસભાથી લઈને વિધાનસભા ચૂંટણી સુધી 32.8 લાખ ઘટ્યા! શું તે સંયોગ છે?જ્યારે, 2019ની લોકસભા ચૂંટણીથી લઈને 2024ની લોકસભા ચૂંટણી સુધીના પાંચ વર્ષમાં મહારાષ્ટ્રમાં માત્ર 37 લાખ મતદારોનો વધારો થયો છે. એ સામે લોકસભા ચૂંટણીની સરખામણીમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગઠબંધનના ત્રણ મુખ્ય પક્ષોના મતોમાં 67.7 લાખનો વધારો થયો છે. શું 47 લાખ નવા મતદારોએ ભાજપના મતો વધારવામાં મહત્ત્વનો ફાળો આપ્યો? એવો પ્રશ્ન પુછાઇ રહ્યો છે.
લાડકી બેહના યોજના હેઠળ મહિલાઓને દર મહિને ₹1500નું ટ્રાન્સફર ભાજપ ગઠબંધનની જીતનું મુખ્ય પરિબળ માનવામાં આવે છે. સર્વેમાં મહાયુતિ માટે 2-3%ની અસરની આગાહી કરવામાં આવી હતી. એ જોતા વિધાનસભાની ચૂંટણીમાં 640 લાખ મતોમાંથી 3%નો વધારો લગભગ 20 લાખ મતોમાં થાય છે.જો કોઈ મહાયુતિની 67.7 મતની લીડમાંથી 47 લાખ નવા મતદારોને હટાવે તો લીડ 20.7 લાખ રહે! છતા બન્ને યુતી વચ્ચે 47 લાખ મતનું અંતર કેમ રહ્યું તે સવાલ પણ ઘુમરાઇ રહ્યો છે. એનસીપી અજિત પવારને 58.1 લાખ મત મળ્યા અને 41 બેઠકો જીતી એ સામે એનસીપી શરદ પવારને 72.8 લાખ મત મળ્યા અને 10 બેઠકો જીતી! રસપ્રદ વાત એ છે કે, એનસીપીના બે જૂથોમાંથી 39 બેઠકો પર એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા હતા, જેમાંથી અજિત પવારના પક્ષે 33 બેઠકો જીતી હતી! (યુબીટી) દ્વારા લોકસભાથી વિધાનસભામાં કુલ 47.1 લાખ વોટ ગુમાવ્યા. નવા મતદારો ઉમેરાયા 47 લાખ. આ હકીકતમાં ભાજપની મહાયુતિના પ્રચંડ વિજયનું રહસ્ય છુપાયેલું છે એવું વિરોધીઓ આક્ષેપ કરે છે.