મ્યાનમારની બિલ્ડિંગમાં ભયાનક વિસ્ફોટથી 45ના મોત, 70 ઘવાયા

મ્યાનમારના નામ્કામ ટાઉનશીપમાં કૌંગટુપ ગામના એક બિલ્ડિંગમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં ઓછામાં 45 લોકોના મોત થયા હતાં અને બીજા 70 લોકો ઘાયલ થયા હતાં. વિસ્ફોટને કારણે…

મ્યાનમારના નામ્કામ ટાઉનશીપમાં કૌંગટુપ ગામના એક બિલ્ડિંગમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં ઓછામાં 45 લોકોના મોત થયા હતાં અને બીજા 70 લોકો ઘાયલ થયા હતાં. વિસ્ફોટને કારણે આસપાસના 100થી વધુ મકાનોને ભારે નુકસાન થયું હતું. આ બિલ્ડિંગમાં ખાણકામ માટે મોટા પ્રમાણમાં વિસ્ફોટકો રાખવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. વિસ્ફોટ બપોરના સમયે કૌંગટુપ ગામમાં થયો હતો.

ચીનની સરહદથી આશરે 3 કિલોમીટર દૂર આવેલો આ વિસ્તાર તા’આંગ નેશનલ લિબરેશન આર્મી(ઝગકઅ)ના અંકુશ હેઠળ છે. આ સશસ્ત્ર સંગઠન અને મ્યાનમારની કેન્દ્ર સરકાર વચ્ચે સમયાંતરે અથડામણો થતી રહે છે. ઘટના સ્થળે પહોંચેલા એક બચાવકર્મીએ જણાવ્યું હતું કે રવિવાર સાંજ સુધીમાં 6 બાળકો સહિત 45 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતાં.

74 ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બચાવ કામગીરી હજુ ચાલુ છે.
વિસ્ફોટના કારણે આસપાસના 100થી વધુ મકાનોને ભારે નુકસાન થયું હતું. મ્યાનમારના વિવિધ મીડિયા અહેવાલોમાં મૃત્યુઆંક 50થી 55 વચ્ચે દર્શાવવામાં આવ્યો હતો. જાહેર થયેલી તસવીરો અને વીડિયોમાં વિસ્ફોટ બાદ ધુમાડાના ગોટેગોટા, તૂટી પડેલી ઇમારતો અને કાટમાળના દૃશ્યો જોવા મળ્યા હતાં.