ગુજરાત
સુરત એરપોર્ટ પરથી 4.27 કરોડનું સોનું ઝડપાયું
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટને દાણચોરો માટે સ્વર્ગ સમાન માનવામાં આવતું હતું. જો કે, હવે ડીઆરઆઈ વિભાગ દ્વારા છાસવારે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. શારજાહથી આવતી ફ્લાઇટમાં બે દાણચોર દ્વારા કરોડોનું સોનુ સંતાડીને લાવવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે ડિરેક્ટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે સુરત એરપોર્ટ પરથી 4. 72 કરોડ રૂૂપિયાની કિંમતના 6 કિલો સોના સાથે બે મુસાફરોને પકડી પાડ્યા છે. વિપુલ શેલડીયા અને અભયકુમારે ચડ્ડીની અંદર કરોડો રૂૂપિયાની આ સોનું સંતાડ્યું હતું .
તેને બેલ્ટથી બાંધી દીધું હતું. ડીઆરઆઇના અધિકારીઓએ વિપુલ શેલડીયા અને અભયકુમારની પુછપરછ કરીને કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે બંને આરોપીઓને કસ્ટડી હેઠળ જેલમાં મોકલી આપ્યા છે. જોકે આ સોનું કોણે મોકલ્યું હતું અને સુરતમાં કોને આપવાનું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે.