વેરાવળના સુપાસી ગામેથી 30 ઘરેલું સિલિન્ડર પકડાયા

વેરાવળ તાલુકાના સુપાસી ગામ પાસે વાવડી રોડ પર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ એ દરોડો પાડી મોટા પ્રમાણમાં ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર તેમજ રિફીલિંગ ના સાધનો…

વેરાવળ તાલુકાના સુપાસી ગામ પાસે વાવડી રોડ પર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ એ દરોડો પાડી મોટા પ્રમાણમાં ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર તેમજ રિફીલિંગ ના સાધનો જપ્ત કરેલ છે. આ અંગે પુુુરવઠા વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ગીર સોમનાથ એસ ઓ જી ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુપાસી ગામ ના વાવડી રોડ પર સર્ચ ઓપરેશન હાથ ધરતા સ્થળ પરથી આશરે 30 જેટલા ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. તપાસમાં બહાર આવેલ કે, લખમણ વાસા બારડ નામનો શખ્સ આ ગેરકાયદે નેટવર્ક ચલાવતો હતો. સ્થળ પરથી ગેસ ટ્રાન્સફર કરવા માટે વપરાતા જોખમી સાધનો અને નોઝલ પણ કબજે કરવામાં આવ્યા છે.

ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ ઓ જી ઇન્ચાર્જ પીઆઇ. ડી.એમ. કાગડા, પી.એસ.આઇ. રીનાબેન સુવા સહિતની ટીમે દરોડો પાડી જપ્ત કરાયેલા મુદ્દામાલ મામલતદારને સોંપી પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી છે. પુરવઠા વિભાગે આ મામલે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કાયદેસરની તપાસ અને કાર્યવાહી શરૂૂ કરી છે.