પોરબંદર-શાલીમાર, પોરબંદર-સંતરાગાછી સહિત 3 ટ્રેન રદ

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનમાં ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ કાર્યરત કરવા માટે ચાલી રહેલી નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં…

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનમાં ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ કાર્યરત કરવા માટે ચાલી રહેલી નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr. DCM) સુનીલકુમાર મીનાના જણાવ્યા અનુસાર 10.06.2026 અને 11.06.2026 ના રોજ પોરબંદરથી ઊપડનારી ટ્રેન સંખ્યા 12905 પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ, 12.06.2026 અને 13.06.2026 ના રોજ શાલીમારથી ઊપડનારી ટ્રેન સંખ્યા 12906 શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ, 14.06.2026 ના રોજ ઓખાથી ઊપડનારી ટ્રેન સંખ્યા 22905 ઓખા-શાલીમાર એક્સપ્રેસ, 16.06.2026 ના રોજ શાલીમારથી ઊપડનારી ટ્રેન સંખ્યા 22906 શાલીમાર-ઓખા એક્સપ્રેસ, 14.06. 2026 ના રોજ સંતરાગાછીથી ઊપડનારી ટ્રેન સંખ્યા 12950 સંતરાગાછી-પોરબંદર એક્સપ્રેસ, 12.06.2026 ના રોજ પોરબંદરથી ઊપડનારી ટ્રેન સંખ્યા 12949 પોરબંદર-સંતરાગાછી એક્સપ્રેસ રદ રહેશે.