Site icon Gujarat Mirror

ગોંડલ નજીક કારખાનામાંથી સિક્યુરિટી ગાર્ડ સહિત 3 શખ્સો 14 લાખનો વાયર ચોરી ગયા

ગોંડલ નજીક બીલીયાળા પાસે સોલાર પેનલના કારખાનામાંથી રૂૂ.14 લાખના કેબલ વાયરની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ચોરીમાં સંડોવાયેલા કારખાનાના સિક્યુરીટી ગાર્ડ સહીત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ ગોંડલના પુનીતનગર પાસે શાસ્ત્રીનગરમાં રહેતા ઓનીક્ષ રીન્યુએબલ લિમીટેડમાં ફરજ બજાવતા આકાશ સુરેશ ગજેરાની ફરિયાદને આધારે રોહીત છગનભાઈ બોરીચા,કુમાર પરમાર,સત્યમ સીંગ ઉર્ફે મોનુની નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ કંપનીનાં સ્ટોરેજમાં ઓનીક્ષ રીન્યુએબલ લિમીટેડ નામ ની કંપનીનો સોલાર કેબ સામાન રાખવામાં આવે છે.

અને સામાન જરૂૂરીયાત મુજબ અલગ અલગ સાઈટ પર મોકલવામાં આવેલ છે તેમજ ખરીદી કરેલ માલ સામાન વૈભ કંપનીના સ્ટોરેજમાં રાખવામાં આવે છે. ગઇ તા.28/12/2025 ના રોજ સ્ટોક રજીસ્ટર લઈ અમે સ્ટોક વેરીફાઈ કરતા હતા તે દરમ્યાન ખબર પડેલ કે, જેટલો માલ સ્ટોરેજમાં હોવો જોઈએ તેટલો નથી. કંપનીમાં સોલાર કેબલના 281 બંડલ ઓછા હતા, જે એક બંડલમાં 500 મીટર કેબલ હોય છે. જેનો એક બંડલનો વજન આશરે 30 કિલોગ્રામ થાય છે. એક બંડલની કિંમત રૂૂ.5000 લેખે અમારા ગોડાઉનમાંથી આશરે કિ.રૂૂ. 14,05,000 નો માલ ઓછો હતો.

કંપનીમાં સ્ટોકની ઘટ આવી હોવાથી સ્ટોક ચેક કરતા હતા તે સમય દરમ્યાન કંપનીમાં કામ કરતો સત્યમ સીંગ ઉર્ફે મોનુ અજયસીંગ અચાનક અમારી કંપનીમાંથી ક્યાંક ચાલ્યો ગયેલ છે. તે પોતાનો પગાર પણ લેવા રોકાયેલ નથી. બાદ ગઈ તા. 12/01/2026 ની રાત્રીના આશરે સાડા અગીયારેક વાગ્યે અમારી કંપનીના સીક્યુરીટી ગાર્ડ પુષ્પેન્દ્રસીંગ રાઉન્ડ પર હતા તે દરમ્યાન બે માણસો અમારી કંપનીમાંથી કેબલના બંડલ દીવાલની બહાર ફેંકતા હતા. આ લોકો પર પુષ્પેન્દ્રસીંગે ટોર્ચ કરતા, તેમાંથી એક બીલીયાળા ગામનો રોહીત છગન ભાઈ બોરીચા તથા તેનો મીત્ર કુમાર પરમાર (ગોંડલ વાળા)ને અમારા સીક્યુરીટી ગાર્ડ ઓળખી ગયેલ. તે બન્ને ટોર્ચની લાઈટ જોઈને ત્યાંથી દીવાલ કુદીને બહાર ભાગી ગયેલ. બાદ પુષ્પેન્દ્રસીંગે અન્ય સીક્યુરીટી ગાર્ડને બોલાવીને તપાસ કરતા આ બન્નેએ કુલ 10 બંડલ ચોરી કરવાના ઈરાદે દીવાલથી બહાર ફેંકી દીધેલ હતા. તે તમામ બંડલ અમારા સીક્યુરીટી ગાર્ડે પરત લઈ કંપનીમાં રાખી દીધેલ છે.કંપનીમાં રોહીત છગનભાઈ બોરીચા તથા તેનો મીત્ર કુમાર પરમારે મળીને ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

Exit mobile version