Site icon Gujarat Mirror

અંડર-19માં પાકિસ્તાનને ધૂળ ચાટતું કરવામાં 3 ગુજરાતીઓનો સિંહ ફાળો

વેદાંત ત્રિવેદી, હેનિસ પટેલ, ખિલન પટેલ છવાયા

ભારતે આયુષ મ્હાત્રેના નેતૃત્વમાં અન્ડર-19 વર્લ્ડ કપની અગત્યની મેચમાં પાકિસ્તાનને 58 રનથી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને આ પરાજય સાથે પાકિસ્તાન ટૂર્નામેન્ટની બહાર ફેંકાઈ ગયું હતું. ભારતીય અન્ડર-19 ટીમના ત્રણ ગુજરાતી ખેલાડીના યોગદાનને પગલે પાકિસ્તાને પછડાટ ખાવી પડી છે. ગઇકાલે પાકિસ્તાન સામે અમદાવાદના વેદાંત ત્રિવેદી (68 રન, 98 બોલ, 144 મિનિટ, એક સિક્સર, બે ફોર)ના બેટિંગના સુપર પર્ફોર્મન્સ બાદ વલસાડના પેસ બોલર હેનિલ પટેલે (5-0-30-1) બોલિંગમાં તરખાટ મચાવવાની શરૂૂઆત કરી હતી.

તેણે ભારતને પાકિસ્તાનની પહેલી વિકેટ વહેલી અપાવી ત્યાર બાદ પાકિસ્તાનની ટીમ પાણીમાં બેસતી ગઈ હતી. મોડાસામાં જન્મેલા લેફ્ટ-આર્મ સ્પિનર ખિલન પટેલે (9.2-1-35-3) કાંડાની કરામત બતાડી હતી. મુંબઈના ખેલાડી અને ભારતીય ટીમના સુકાની આયુષ મ્હાત્રે (8-0-21-3)નું પણ જીતમાં મોટું યોગદાન હતું. પેસ બોલર દીપેશ દેવેન્દ્રનને બાદ કરતા ભારતના તમામ બોલરને વિકેટ મળી હતી. કનિષ્ક ચૌહાણ (35 રન અને એક વિકેટ)ને મેન ઑફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો. કનિષ્કએ ખિલન પટેલ (21 રન, 15 બોલ, એક સિક્સર, બે ફોર) સાથે 50 રનની ભાગીદારી કરી હતી.

Exit mobile version