ગુજરાત
નવસારીના ઉભરાટના દરિયામાં ડૂબી જવાથી 3 મિત્રોનાં મોત
રક્ષાબંધનના દિવસે નહાવા જતા તણાઇ ગયા હતા
નવસારીના ઉભરાટના દરિયામાં ડૂબી જવાથી ત્રણનાં મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, નવસારીના ઉભરાટના દરિયામાં ગઈકાલે ત્રણ મિત્રો દરિયામાં નાહવા પડ્યા હતા. ત્રણેયના મૃતદેહો મળી આવ્યા હતા. ત્રણેયના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતકોની ઓળખ ફેકુ પાસવાન, જીશાન અંસારી, ફિરોજ અહેમદ તરીકે થઇ હતી.
ઉમરાટના દરિયામાં નાહવા પડેલા સુરતના 3 યુવકો તણાઇ ગયા હતા. રક્ષાબંધનના દિવસે મોટી ભરતીના સમયે દરિયામાં નાહવા જતા બે યુવકો પાણીમાં ઉંડે સુધી તણાઇ ગયા હતા.
તેઓ રક્ષાબંધનના દિવસે મિત્રો સાથે સુરતથી ઉભરાટ પહોંચ્યા હતા. બે મિત્રોના મૃતદેહ દરિયા કિનારેથી મોડી રાત્રે મળ્યા હતા જ્યારે અન્ય યુવકનો મૃતદેહ આજે સવારે ઉમરાટ દરિયા કિનારેથી મળી આવ્યો
હતો. ઘટનાની જાણ થતા જલાલપોર પોલીસ પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.