ગુજરાત

ગોંડલમાં મહંત સ્વામીના હસ્તે પાર્ષદી દીક્ષા ગ્રહણ કરતા 29 નવયુવાન

Published

on

દીક્ષાર્થીઓમાં બે ડોક્ટર, 11 એન્જિનિયર, 4 અનુસ્નાતક અને 11 ગ્રેજ્યુએટ યુવાનોનો સમાવેશ : 650થી વધુ સંતોની પ્રેરક ઉપસ્થિતિ

23 ઓક્ટોબર, બુધવારના રોજ તીર્થધામ શ્રી અક્ષર મંદિર, ગોંડલ ખાતે ઇઅઙજ સંસ્થાના પ્રમુખ મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સંસ્થાના 650થી વધુ સંતો અને દીક્ષાર્થીના માતા-પિતા તેમજ કુટુંબીજનોની હાજરીમાં દિવ્ય પાર્ષદી દિક્ષા મહોત્સવ યોજાયો હતો. જેમાં 2 ડોકટર, 4 અનુસ્નાતક, 11 એન્જિનિયર, 7 સાયન્સ ગ્રેજ્યુએટ અને 4 અન્ય ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરનાર યુવકો સહિત કુલ 29 સુશિક્ષિત નવયુવાનોએ મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે પાર્ષદી દિક્ષા ગ્રહણ કરી હતી.


લાડકવાયા દીકરાને ભગવાન ભજવાના પંથે પ્રયાણ કરવાના પ્રસંગે દીક્ષાર્થી યુવાનોના માતા-પિતા ખૂબ જ આનંદિત હતા. લગ્નમાં જેમ વરરાજાના માતા-પિતા નવા વસ્ત્રો, ઘરેણાઓ પહેરીને સજ્જ થયા હોય એવો અતિશય આનંદ માતા-પિતા અને તમામ કુટુંબીજનોના મુખ પર દેખાઇ રહ્યો હતો. દિક્ષા મહોત્સવનો શુભારંભ સવારે 8 વાગ્યે વૈદિક મહાપૂજા વિધિથી થયો હતો. આ મહાપૂજા વિધિમાં સર્વે સાધકો તેમના પિતા સાથે સંમિલિત થયા હતા.


મહારાજે સાધકોને યજ્ઞોપવિત ધારણ કરાવી મુખ્ય દિક્ષાવિધિની શરૂૂઆતમાં મહંતસ્વામી મહારાજે સાધકોને યજ્ઞોપવિત ધારણ કરાવી. સદગુરુ સંતોએ નવદિક્ષિત પાર્ષદોને ક્રમશ: કંઠી, માળા, પાઘ અને ગાતરીયુ ધારણ કરાવ્યા. ત્યાર બાદ ગુરુહરિ મહંતસ્વામી મહારાજે પ્રત્યેક દીક્ષાર્થીને ગુરુમંત્ર આપી કૃપાઆશિષ પાઠવ્યા હતા. આ તકે સાધકના પિતાને પણ રૂૂડા આશીર્વાદ સાથે આ અલૌકિક ક્ષણ કાયમ યાદ રહે તે માટે ફોટો સ્મૃતિ આપી હતી. દીક્ષા મહોત્સવની મુખ્યસભામાં દીક્ષાર્થી યુવાનોના પિતાઓને સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે વરિષ્ઠ અગ્રેસર મહિલાઓ દ્વારા તેઓના માતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. દિક્ષા મહોત્સવના સમાપનમાં પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજે કહ્યું કે, નબધુ આપવું સહેલું છે, પણ દીકરા આપવા ઘણું અઘરું છે. જેમણે દીકરા આપ્યા છે તે સર્વે માતાપિતાનો ખૂબ ખૂબ આભાર. સર્વે પાર્ષદો સાધુતાના માર્ગે આગળ વધે તે આશીર્વાદ છે.


2 ડોક્ટર, 11 એન્જિનિયરોએ પાર્ષદી દીક્ષા લીધી તીર્થધામ શ્રી અક્ષર મંદિર, ગોંડલ ખાતે બીએપીએસ સંસ્થાના પ્રમુખ મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં પાર્ષદી દિક્ષા મહોત્સવ યોજાયો હતો. જેમાં 2 ડોકટર, 4 અનુસ્નાતક, 11 એન્જિનિયર, 7 સાયન્સ ગ્રેજ્યુએટ અને 4 અન્ય ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરનાર યુવકો સહિત કુલ 29 સુશિક્ષિત નવયુવાનોએ મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે પાર્ષદી દિક્ષા ગ્રહણ કરી હતી.અધ્યાપક સંતો દ્વારા વિવિધ પ્રકારની તાલીમ અપાય છે સાધુની દીક્ષા લેનારા આ યુવાન સંતો માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, સારંગપુર ખાતે સંત તાલીમ કેન્દ્ર ચાલે છે.

જ્યાં તેઓ સેવા, શિક્ષણ અને સંયમના પાઠ શીખે છે. આ સંતો સત્સંગ દ્વારા માનવકલ્યાણનું કાર્ય કરી શકે તે માટે તાલીમકેન્દ્રમાં અધ્યાપક સંતો દ્વારા વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. તાલીમાર્થી સંતો સનાતન ધર્મના શાસ્ત્રોનો ઊંડાણપૂર્વક તલસ્પર્શી અભ્યાસની સાથે સાથે મેનેજમેન્ટનાં પાઠો પણ શીખે છે. અધ્યાત્મ સાધનાની સાથે સાથે આ યુવાન સંતો સદાચાર અને વ્યસનમુક્તિ જેવા અનેક પ્રકારનાં સામાજિક સેવાઓના કાર્યમાં પણ જોડાતા હોય છે. આમ, સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં જેનું અનેરું મહત્વ છેએ ત્યાગાશ્રમની જીવંતતાના દર્શન આજના દીક્ષા સમારોહમાં સૌને થયા હતા.

મહંત સ્વામીએ પણ ગોંડલમાં જ દીક્ષા ગ્રહણ કરી’તી
મહંત સ્વામીએ પણ અહીં જ દીક્ષા ગ્રહણ કરી હતી દીક્ષાર્થી કશ્યપ ભગતે જણાવ્યું હતું કે, મહંત સ્વામી અને બીએપીએસ સંસ્થાના કારણે મને અને મારી સાથે બીજા 28 દીક્ષાર્થીઓને સાધુ થવાની પ્રેરણા મળી છે. જેમ ભગવાન શ્રી રામે સમર્થ હોવા છતાં વાનરોને સેવા આપી તેમનું કલ્યાણ કર્યુ છે. તેમજ જેમ ભગવાન શ્રી કૃષ્ણએ સમર્થ હોવા છતાં પાંડવો અને બીજા યોદ્ધાઓને સેવા આપી તેમનું કલ્યાણ કર્યું છે. તેમ મહંત સ્વામીએ અમારા પર કૃપા કરી અમને જે સેવા આપી છે તેના અમે ખૂબ ઋણી રહીશું. તેમજ વશિષ્ટ ભગતે જણાવ્યું હતું કે, અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા જ દીક્ષા ગ્રહણ કરી હતી. જે બાદ મહંત સ્વામી મહારાજે પણ અહીં જ દીક્ષા ગ્રહણ કરી હતી. ત્યાં હવે અમે 29 યુવાનોએ પાર્ષદી દીક્ષા લેતા અમને ખુબ આનંદ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version