ગુજરાત
કોડીનાર સહિત જિલ્લામાંથી મીઠાઇ, દૂધ સહિત ખાદ્યચીજોના 260 નમૂના લેતુ તંત્ર
વર્ષના 365 દિવસ કુંભકરણની નિંદ્રામાં પોઢેલુ ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા દિવાળીના તહેવાર સમયે ફૂડ સેફટી પખવાડિયાની ઉજવણી ના રૂૂપકડા નામે જિલ્લાભરમાં વ્યાપક પ્રમાણમાં મીઠાઈ ફરસાણની દુકાનો, દૂધની ડેરીઓ, હોટલ અને રેસ્ટોરન્ટ તેમજ બેકરી પ્રોડક્ટ જેવા વિવિધ સ્થળોએ વ્યાપક પ્રમાણમાં ચેકિંગ હાથ ધરીને જિલ્લાભર માંથી કુલ 233 સ્થળેથી જરૂૂરી ખાદ્ય ચીજોના 260 જેટલા નમુના લઈને મોટું પરાક્રમનું કામ કર્યું હોય તેમ સંતોષ માન્ય છે. આમ તો ભેળસેળિયા તત્વો અને તંત્રની મીલી ભગત ના કારણે જ ભેળસેળીયા ને મોકળુ મેદાન મળ્યું છે. કારણકે આ તમામ ખાદ્ય પદાર્થોના નમૂનાઓની તપાસ અર્થે ફૂડ એન્ડ ડ્રગની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે અને આ તમામના રિપોર્ટ આવશે ત્યાં સુધીમાં તો હજારો કિલો અખાદ્યચીજો દિવાળીના તહેવાર દરમિયાન લોકો સ્વાહા કરી ગયા હશે બજારમાં મળતા ચીઝ,બટર, પનીર, ઘી પામોલીન વિગેરે ઓછી કિંમતમાં વેચવામાં આવે છે તેના ઉપરથી જ નક્કી થઈ જાય છે કે આ તમામ ચીજ વસ્તુ ભેળસેળ વાળી છે. ડુપ્લીકેટ પનીર ખાવાના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે જેમાં કોલેસ્ટ્રોલ અને બી.પી.નું પ્રમાણ વધે છે જેના કારણે નાની ઉંમરના લોકોમાં પણ એટેકનું પ્રમાણ વધે છે.
ડુપ્લીકેટ ચીઝ ,બટર ખાવાના કારણે ડાયાબિટીસ અને કેન્સર જેવા ભયંકર રોગ થાય છે દિવાળી ટાંણે ફૂડ વિભાગની કામગીરી પ્રશંસનીય છે પરંતુ લોકોમાં આ કામગીરી દિવાળીની બોણી માટે કરાતી હોવાની ચર્ચા ચાલી રહી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કોડીનાર વિસ્તારમાં કરેલી કામગીરી અંગે ફુડ એન્ડ ડ્રગ વિભાગના કર્મચારી ના મોબાઈલ નંબર 8460873726 ઉપર છેલ્લા બે દિવસથી સતત ફોન કરીને આ કામગીરીની સાતત્યપૂર્ણ માહિતી માટે આ અખબાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા છે પરંતુ આ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આ કર્મચારી ફોન ઉપાડવામાં નાનપ અનુભવતા હોય તેવું લાગે છે .જો કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સરકાર ના માહિતી ખાતાને પોતે કરેલી કામગીરી નો અહેવાલ મોકલીને સંતોષ માન્યો છે. પરંતુ આજની તારીખે પણ થોડી કોડીનારમાં ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે કારણ કે હજુ સુધી કોડીનારમાં કોઈ પણ ભેળસેળીયા વેપારી સામે દાખલારૂૂપ પગલાં લેવાયા નથી.