સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહ સાથેની મુલાકાત બાદ પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી છે. પીએમ મોદીના નિવેદન બાદ મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહની હાજરીમાં ભૂખ હડતાળ સમાપ્ત કરી છે. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ઉપવાસ પૂર્ણ કરી પારણા કર્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખતા, વાંગચુકે જણાવ્યું હતું કે, “મેં કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર સિંહ, લેહ-લદ્દાખની ‘એપેક્સ બોડી’ના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં મારી 26 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત કરી છે.”
https://x.com/Wangchuk66/status/2080471599237702014
તેમણે વધુમાં સમજાવ્યું કે આ પહેલા, વિવિધ રાજકીય પક્ષોના 65 સંસદ સભ્યોએ તેમને મળીને અથવા પત્રો લખીને ઉપવાસ સમાપ્ત કરવા વિનંતી કરી હતી. વિવિધ પરિસ્થિતિઓ અને દેશમાં હિંસાની સંભાવનાને ધ્યાનમાં રાખીને લાંબી ચર્ચાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. “હું ટૂંક સમયમાં એક અલગ વિડિઓમાં આ પરિસ્થિતિઓ વિશે વિગતવાર જણાવીશ. આ દરમિયાન, હું તમને બધાને ખૂબ જ સતર્ક રહેવા અને ક્યાંય પણ કોઈપણ પ્રકારની હિંસા ન થાય તેની ખાતરી કરવા વિનંતી કરું છું,”
સોનમ વાંગચુકે 26 દિવસ પછી પોતાના અનશન પુર્ણ કર્યા છે. તેમણે કહ્યું કે સરકાર અને વિવિધ રાજકીય પક્ષોના સાંસદો તરફથી લેખિત આશ્વાસન મળ્યા બાદ તેમણે આ નિર્ણય લીધો છે. સરકારે સંસદમાં પરીક્ષા સુધારાઓ પર ચર્ચા કરવાનું, શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે કેસ નહીં દાખલ કરવાનું અને NEET પેપર લીક સંબંધિત આત્મહત્યા પીડિતોના પરિવારોને વળતર આપવાનો સકારાત્મક વિચાર કરવાનું ભરોસો આપ્યો છે.
સરકારના લેખિત આશ્વાસનમાં ત્રણ મુખ્ય મુદ્દાઓ જણાવવામાં આવ્યા છે. પ્રથમ, જંતર-મંતર પર શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરનારા અને 20 જુલાઈના રોજ સંસદ કૂચમાં ભાગ લેનારાઓ સામે કોઈ કેસ દાખલ કરવામાં આવશે નહીં. બીજું, સંસદમાં પેપર લીક અટકાવવા અને કાયમી ઉકેલ શોધવા માટે પરીક્ષા પ્રણાલીમાં સુધારો કરવા અંગે ચર્ચા કરશે. ત્રીજું, નીટ પેપર લીકના કારણે તાજેતરમાં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને પૂરતું વળતર આપવાનું પણ સરકાર સકારાત્મક રીતે વિચારી રહી છે.
