ગુજરાતમાં દર કલાકે 21 સાયબર ફ્રોડ

ગુજરાતમાં સાયબર છેતરપિંડીના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. 1 જાન્યુઆરીથી 31 જુલાઈ 2026 સુધીના સાત મહિનામાં રાજ્યમાં કુલ 1,06,882 સાયબર છેતરપિંડીના કેસ નોંધાયા છે.…

ગુજરાતમાં સાયબર છેતરપિંડીના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. 1 જાન્યુઆરીથી 31 જુલાઈ 2026 સુધીના સાત મહિનામાં રાજ્યમાં કુલ 1,06,882 સાયબર છેતરપિંડીના કેસ નોંધાયા છે. આ આંકડો દરરોજ સરેરાશ 504 કેસ અને દર કલાકે આશરે 21 કેસ થાય છે.

સૌથી વધુ કેસ ઓટીપી છેતરપિંડીના છે. કુલ 26,041 કેસ સાથે ઘઝઙ ફ્રોડ તમામ સાયબર છેતરપિંડીમાં લગભગ ચારમાંથી એક કેસનો હિસ્સો ધરાવે છે. બીજા ક્રમે નકલી ઓળખ (ફેક આઈડેન્ટિટી) છેતરપિંડીના 21,023 કેસ છે, જ્યારે ઓનલાઈન શોપિંગ છેતરપિંડીના 5,084 કેસ નોંધાયા છે.

આ ત્રણ પ્રકારની છેતરપિંડી મળીને કુલ કેસોમાંથી લગભગ 58 ટકા હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત રોકાણ/શેર માર્કેટ છેતરપિંડીના 7,228 અને લોન અરજી સંબંધિત 5,110 કેસ નોંધાયા છે.

મુખ્ય છેતરપિંડીના પ્રકાર અને કેસો જોઇએ તો OTP છેતરપિંડીના 26,041, નકલી ઓળખના 21,023 કેસ, ઓનલાઈન શોપિંગના 5,084 કેસ, રોકાણ/શેર માર્કેટના 7,228 કેસ, લોન અરજીના 5,110 કેસ નોંધાયા છે.