ગુજરાત
બગસરામાં 200ની પાવતી આપનારને ધંધો કરવાની છૂટ : બેધારી નીતિ
બગસરા નગરપાલિકા 2022 માં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા લારીઓ હટાવા ના ઠરાવના પગલે બે વર્ષ બાદ ચીફ ઓફિસર બગસરા શાક માર્કેટમાં દિવાળી સમયે નાના નાના લારી ગલ્લાવાળા વેપારીઓને હેરાન કરવા નીકળ્યા હાલ નગરપાલિકાને મોટી મોટી મિલકતો ગેરકાયદેસર રીતે દબાણ કરી બેઠા છે તે નજરથી આવતું ત્યારે નાના નાના વેપારીઓને હેરાન કરી પોતાની રોજી રોટી રડતા હોય રોજે રોજનું લઈને ટકે ટકનું ખાતા હોય તેવા લોકોને જો હુકમી કરી તેના કર્મચારીઓ અને ચીફ ઓફિસર ભર શાક માર્કેટમાં નીકળી અને નાના લારીઓ વાળાને દબાવી દબાવીને 200 ની પાવતી આપી લારી હટાવા કહ્યું હતું અને લારી રાખવી હોય તો બસોની પાવતી આપો તો મને કાંઈ દબાણ નડતું નથી આવી રીતે ખોટી રીતે હેરાન કરવા નીકળી પડેલ આ નગરપાલિકાના કર્મચારીઓ ક્યારે સુધારો લાવશે આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ હડિયલ દ્વારા ચીફ ઓફિસરને અનેકવાર રજૂઆત કરેલ પરંતુ ચીફ ઓફિસર એ કહ્યું હતું કે હું તો એ કરીશ જ મારે આખું ગામ ચોખ્ખું કરાવું છે પરંતુ ચીફ ઓફિસરને જાગૃત નાગરિક દ્વારા એવો પણ પ્રશ્ન કરવામાં આવે છે કે મોટા મોટા બંગલા અને મોટા મોટા ગેરકાયદેસર દબાણ કરેલા જેમાં રાજકારણીનાદબાણ છે.
તે તમારામાં દૂર કરવાની તાકાત છે કે તમો ખાલી નાના માણસોને દબાવવા જ નીકળ્યા છો આજે બગસરાની બજારમાં અતિવૃષ્ટિ વરસાદ પડવાથી ભયંકર પરિસ્થિતિનો સામનો વેપારીઓ તથા નાના લારીઓ વાળા કરી રહ્યા છે અને બગસરાની બજારમાં અમુક વેપારીઓને લારી વાળાને બોણી પણ નથી થતી બજારોમાં દિવાળી ટાઈમ હોવા છતાં ઉજળ જોવા મળે છે.આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ દ્વારા શાક માર્કેટમાં ચીફ ઓફિસર ને ઉગ્ર રજૂઆત કરેલ તેમણે કહ્યું હતું કે આ નાના માણસો માટે આવું ન કરો તો સારું તેને થોડોક ટાઈમ આપો અને તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો જેથી ચીફ ઓફિસરે તે બાબતે નન્હીયો કર્યો બગસરાની બજારમાં અનેક લોકો મોટા મોટા બંગલા વાળા છે તે વેરા નથી ભરતા અને આજ દિન સુધી તેનું નગરપાલિકાએ કશું કરી શકી નથી નાના લારીઓ વાળા પાસેથી કુલ 7,500 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તેમ જ પડતર મિલકત ગેરકાયદેસર બાંધકામ આ ઉપરાંત નગરપાલિકા હાલમાં જે નવી સ્થાપના કરવામાં આવી છે અત્યારે હાલમાં નગરપાલિકા છે ત્યાં તે સાર્વજનિક પ્લોટ માં બનાવેલ છે તે પણ ગેરકાયદેસર છે તો પણ તેની નોટિસ કાઢવી જોઈએ પહેલા તમારું તો ચોખ્ખું કરો પછી બીજાને કહેવા નીકળો તે કહેવતને સાર્થક કરી બતાવતા ચીફ ઓફિસર ને કોણ ભાન કરાવશે તેવો વેધક સવાલ લોકોમાં જ જોવા મળ્યો હતો આ ઉપરાંત લોકોએ જેને નગરપાલિકાના સભ્ય તરીકે સિલેક્ટ કરેલ છે અને કોબલે કોબ્લે મત આપ્યા છે તેવા નગરપાલિકાના સભ્યો લોકોના પ્રશ્નોને સાંભળવા કે હલ કરવા કે પૂછવા આવ્યા ન હતા. તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.