ક્રાઇમ

વેરાવળમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર અપરાધીને 20 વર્ષની જેલ

Published

on

પોક્સો એક્ટના ગુનામાં આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો’તો

વેરાવળની સ્પે. (પોકસો) કોર્ટ દ્રારા સગીરા ઉપર દુષ્કર્મ કરવા બદલ આરોપીને ર0 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કરેલ છે. જીલ્લા સરકારી વકીલની દલીલોના આધારે પોકસોના કેસમાં આ ત્રીજી સજાનો હુકમ થતા હેટ્રીક થયેલ છે.


આ કેસની હકિકત જણાવતા ગીર સોમનાથ જીલ્લાના સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવેલ કે, સેજાદ ઈકબાલ રહેમાનશા શાહમદાર ઉ.વ.ર1, ધંધો-મંજુરી, રહે. વેરાવળ,વાળાએ 15 વર્ષ 4 માસની સગીર વયની દીકરીને ગત તા.04/10/ર019 ના લલચાવી ફોસલાવી લગ્ન કરવાના કે બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી સગીર હોવાનું જાણવા છતા તેની સાથે અવાર નવાર તેણીની મરજી વિરૂૂધ્ધ બળાત્કાર કરેલ હતો. આ બનાવ અંગે સગીર બાળકીના પિતાએ વેરાવળ પોલીસમાં આરોપીઓ વિરૂૂધ્ધ ફરીયાદ નોંધાવતા તપાસ બી.એન.મોઢવાડીયાએ પુર્ણ કરી આરોપીઓ સામે ઇ.પી.કો. 363, 366, 376, પ06(ર), 114 તથા જી.પી.એકટ કલમ-13પ તેમજ બાળકોને જાતીય રક્ષણ આપવાના અધિનિયમ-ર01ર ની કલમ 3(એ), 4,17 મુજબનું ચાર્જશીટ કોર્ટમાં રજુ કરેલ હતું.

આ કેસ સ્પે. (પોકસો) કોર્ટના જજ જે.જે.પંડયા ની કોર્ટમાં ચાલેલ જેમાં જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ ડી.વાળા એ સમગ્ર કેસનુ પ્રોસીકયુશન ચલાવી કેસને સાબીત કરવા માટે ફરીયાદી, પંચ વિટનેસ, ડોકટર, પોલીસ સહીત અંદાજે 36 જેટલા સાહેદોની મુખજુબાનીઓ લીધેલ અને દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ હતા. આ કેસમાં સરકાર તરફે કેતનસિંહ ડી.વાળા કરેલી દલીલો ધ્યાને લઈ સ્પે. (પોકસો) કોર્ટના જજ જે.જે.પંડયા એ આરેાપી સેજાદ ઈકબાલ રહેમાનશા શાહમદાર, રહે.વેરાવળ વાળાને ઇ.પી.કો.કલમ- 363, 366, 376, પ06(ર), 114 તથા જી.પી.એકટ કલમ-13પ તેમજ બાળકોને જાતીય રક્ષાણ આપવાના અધિનિયમ-ર01ર ની કલમ 3(એ), 4,17 મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી ર0 (વીસ) વર્ષની સખત કેદની સજા તેમજ રૂૂા.પ,000 દંડની સજા ભોગવવા આખર હુકમ કરેલ તેમજ સરકારની યોજના મુજબ ભોગ બનનારને સહાયની રકમ ચુકવવા હુકમ કરેલ છે. ગીર સોમનાથ જીલ્લામાં જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ પોકસો સંબંધેના ગુન્હા કામે સતત ર0 વર્ષની આ ત્રીજી વખત સજા આરોપીઓને કરાવેલ છે.

બાળકોના જાતિય રક્ષણ સબંધેના કેસોમાં કેતનસિંહ વાળાએ ફાંસી સહીતની સજા આ ચાલુ વર્ષમાં કરાવતા સમાજમાં આવા કૃત્યો કરતા આરોપીઓ ચોકકસ અટકશે અને બાળકો સામેના ગુનાઓ સમાજમાં ન બને તે માટે જાગૃતી આવશે તેવી આશા જીલ્લા સરકારી વકીલએ વ્યકત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version