ગુજરાત
રાજકોટ-ગોંડલ હાઇવે પર 17 દબાણો દૂર કરાયા
દિવાળીના તહેવારો પૂરા થતાં જ તંત્રની બુલડોઝરગીરી શરૂ
દિવાળીનો તહેવાર પૂર્ણ થતાની સાથે જ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા દબાણ પર બુલડોઝર શરૂૂ કર્યું છે. અને કલેક્ટર દ્વારા જિલ્લામાં રહેલા દબાણો દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. જેને લઇ રાજકોટ નજીક આવેલ વેરાવળ ગામે રાજકોટ- ગોંડલ નેશનલ હાઇવેથી નજીક આવેલ સરકારી ખરાબાના જુના સ.નં.305ની આશરે 2100 ચો.મી. જમીનમાં થયેલ અનઅધિકૃત વાણિજયક દબાણો આશરે 17 જેટલા આશામીઓએ દબાણ કરવામાં આવ્યા હતા.
જેમાં મોટી દુકાનો તથા અન્ય દબાણો પોલીસ, કોટડા સાંગાણી મામલતદાર જે તે ગુજરાતના અધિકારીઓ અને જેસીબી મશીન સાથે રાખી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણ દૂર કરવામાં આવેલ જમીનની હાલની બજાર કિંમત આશરે રૂૂપિયા.1.23 કરોડ જેટલી થવા જઈ છે.દબાણ ખુલ્લું કરવાની કામગીરી મામલતદાર જી.બી.જાડેજા તથા સ્ટાફ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતુ તેમાંજ શાપર પીએસઆઇ જી.બી.જાડેજા અને તેમનો સ્ટાફ કાયદો વ્યવસ્થા જાળવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.