ગીરના જંગલમાં બેબેસિયાના ઓછાયામાંથી 11 સિંહો મુક્ત

છેલ્લા 15 દિવસથી ગીરના જંગલમાં મોતનું તાંડવ મચાવનાર બેબેસિયા અને CVD વાયરસના ભયાનક ભરડામાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. એનિમલ કેર સેન્ટરમાં જીવન-મરણ વચ્ચે ઝોલા…

છેલ્લા 15 દિવસથી ગીરના જંગલમાં મોતનું તાંડવ મચાવનાર બેબેસિયા અને CVD વાયરસના ભયાનક ભરડામાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. એનિમલ કેર સેન્ટરમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા 17 સિંહોમાંથી 11 સિંહોને નવજીવન મળ્યું છે અને તેમને ફરી ગીરના ગીચ જંગલોમાં મુક્ત કરવામાંઆવ્યા છે. બાકીના 2 નર, 1 માદા અને 3 સિંહબાળ હજુ સારવાર હેઠળ છે, જેમની તબિયતમાં પણ ઝડપથી સુધારો થઈ રહ્યો છે.

ગીર પશ્ચિમ રેન્જની બાબરીયા અને પૂર્વની જસાધાર રેન્જમાં છેલ્લા પખવાડિયાથી સિંહોમાં બેબેસિયા અને CVD વાયરસની દહેશત ફેલાઈ હતી. બેબેસિયાના અજગરી ભરડામાં આવી જતાં અંદાજે 12 સિંહોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. એક પછી એક સિંહના મૃતદેહ મળતાં ગીરની ધરતી કંપી ઉઠી હતી અને આ ગોઝારી ઘટનાના પડઘા છેક દિલ્હી દરબાર સુધી પહોંચ્યા હતા.પરિસ્થિતિની ગંભીરતા જોતાં રાજ્યના વન મંત્રી તાત્કાલિક જામવાળા અનેજસાધાર એનિમલ કેર સેન્ટર પર દોડી આવ્યા હતા અને સ્થળ પર જ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

વનતારા અને વન વિભાગનું મિશન 17 સિંહોને બચાવવાનો જંગ તાત્કાલિક ધોરણે 17 બીમાર સિંહોને આઇસોલેટ કરી સઘન સારવાર શરૂૂ કરાઈ. 7 સિંહોન ેજ સાધાર એનિમલ કેર સેન્ટર અને 10 સિંહોને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયા. વન વિભાગ અને વનતારાની અથાગ મહેનત રંગ લાવી.જસાધાર એનિમલ કેર સેન્ટરમાંથી 4 સિંહોને અને જામવાળા એનિમલ કેર સેન્ટરમાંથી 7 સિંહોને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ગીરના ગીચ જંગલોમાં મુક્ત કરવામાં આવ્યા છે. મોતને હરાવીને ફરી જંગલમાં ગર્જના કરતા સિંહોને જોઈ વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. હાલ જસાધારમાં 1 માદા અને 2 સિંહબાળ, જ્યારે જામવાળામાં 2 નર અને 1 સિંહબાળ સારવાર હેઠળ છે.

કુલ 6 સિંહો હજુ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. આ બાબતે ગીર પૂર્વ રેન્જના DCFવિકાસ યાદવે જણાવ્યું કે, જે 6 સિંહો સારવાર હેઠળ છે તેમની હાલત ઝડપથી સુધરી રહી છે.ટૂંક સમયમાં જ તેમને પણ જંગલમાં મુક્ત કરવામાં આવશે.હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.વન વિભાગની તમામ રેન્જની ટીમો સિંહોનું 24×7 મોનીટરીંગ કરી રહી છે.હવે સિંહો ફરી જંગલમાં મુક્ત મને વિહરતા થઈ ગયા છે. DCFએ ઉમેર્યું કે, વનતારા, વેટરનિટી ડોક્ટરો અને અમારા બીટ ગાર્ડથી લઈને અધિકારીઓ સુધીની ટીમે જે જહેમત ઉઠાવી છે તેના કારણે જ આજે આપણે 11 સિંહોને બચાવી શક્યા છીએ. આ સહિયારા પ્રયાસ નું પરિણામ છે.