ગુજરાત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ ઈમર્જન્સીને પહોંચી વળવા માટે સજ્જ
જિલ્લામાં 11 જેટલી 108ના 60 કર્મીઓ સજ્જ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ દિવાળીના તહેવારોને અનુલક્ષીને 108 એમ્બ્યુલન્સ તહેવારનો ઉમંગ ત્રણ મુખ્ય દિવસો પર કેન્દ્રિત છે. જેમાં દિવાળી, નુતન વર્ષ અને ભાઈ બીજના દિવસોમાં ઈમરજન્સીને પહોંચી વળવા માટે સુવ્યવસ્થિત આયોજનો થયા છે. અગાઉના વર્ષોના વલણોને આધારે આ તહેવાર દરમિયાન આપતકાલીન બનાવોમાં વધારો થવાની શક્યતા છે.
સમગ્ર રાજ્યમાં આ વર્ષે દિવાળી પર 4618 (સામાન્ય દિવસોની સરખામણીએ 2.53 ટકા વધારે), નૂતનવર્ષના દિવસે 5231 (સામાન્ય દિવસોની સરખામણીએ 16.14 ટકા વધારે) અને ભાઈબીજ પર 5093 (સામાન્ય દિવસોની સરખામણીએ 13.08 ટકા વધારે) વધુ અકસ્માતની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં મુખ્યત્વે રોડ અકસ્માત, શારીરિક હુમલાઓ, 5ડી જવાના કેસો અને દાઝી જવાના જેવા કેસોનો સમાવેશ થાય છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની પરિસ્થિતિમાં પણ સામાન્ય દિવસો કરતા 12 ટકા જેટલા કેસોમાં વધારો નોંધાય એવું અનુમાન કરવામાં આવે છે. જિલ્લામાં કુલ 11 જેટલી 108 એમ્બ્યુલન્સની ટીમના 60 જેટલા કર્મચારીઓ ઈમરજન્સી કોલ વોલ્યુમના આ સંભવિત વધારાની પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જો કોઈ આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય તો તુરંત 108 નંબર પર સંપર્ક કરીને કોઈપણ નાગરિક 24સ7 તાત્કાલિક મદદ મેળવી શકે છે.