Site icon Gujarat Mirror

તાલાલામાં 10 વર્ષના બાળકને ત્રણ મિત્રોએ જીવતો સળગાવ્યો

તાલાલામાં પકડમ પટ્ટી રમતા બાળકો વચ્ચે ઝઘડો થતા 10 વર્ષના માસુમ બાળક પર ત્રણ બાળ મિત્રોએ પેટ્રોલ છાંટી જીગતો સળગાવ્યો હોવાના આક્ષેપ સાથે માસુમ બાળકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં ધમાલ પ્રેક્ટિસ કરતી વખતે બાળક દાઝી ગયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ તાલાલામાં આવેલ નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા પરિવારનો મુઝાહીદ બગસસાચલી સીદી બાદશાહ નામનો 10 વર્ષનો બાળક બે દિવસ પૂર્વે સાંજના સાતેક વાગ્યાના અરસામા પોતાના ઘર પાસે રમતો હતો ત્યારે પાડોશમાં રહેતા પરિવારના બાળક રાવલા અને મુનીબેનના બે પુત્રએ ઝઘડો કરી મુઝાહીદ ઉપર પેટ્રોલ છાંટી દીવાસી ચાંપી દીધી હોવાના આક્ષેપ સાથે બાળકને તાત્કાલીક સારવાર માટે તાલાલા બાદ જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેની તબિયત નાજૂક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મુઝાહીદ બે ભાઇ બે બહેનમા નાનો છે અને ઘર પાસે પકડમ પટ્ટી રમતો હતો ત્યારે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થતા ત્રણ બાળ મિત્રોએ સળગાવ્યો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસ તપાસમાં ધમાલની પ્રેક્ટિસ કરતી વખતે બાળક દાઝી ગયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. આ અંગે તાલાલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version