રાષ્ટ્રીય

આર્જેન્ટિનામાં 10 માળની હોટલ ધરાશાયી, 1નું મોત, અનેક ફસાયા

Published

on

ગેરકાયદેસર બાંધકામ દરમ્યાન બની દૂર્ઘટના

આર્જેન્ટિનામાં 10 માળની હોટલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું છે અને ઓછામાં ઓછા નવ અન્ય લોકો ગુમ છે. મળતી માહિતી અનુસાર, એટલાન્ટિક કિનારે બ્યુનોસ આયર્સથી લગભગ 370 કિલોમીટર દૂર આવેલી વિલા ગેસેલમાં ડુબ્રોવનિક હોટેલ મંગળવારે સવારે (સ્થાનિક સમય મુજબ) ધરાશાયી થઈ ગઈ.
બ્યુનોસ આયર્સ પ્રાંતના સુરક્ષા મંત્રી જેવિયર એલોન્સોએ જણાવ્યું કે, મૃતક પડોશી ઇમારતનો 80 વર્ષીય વ્યક્તિ હોઈ શકે છે. એલોન્સોએ જણાવ્યું કે તેમના પાર્ટનરને બચાવી લેવામાં આવ્યા, પરંતુ તે સ્પષ્ટ નથી થયું કે દુર્ઘટના સમયે તેમનો પુત્ર હાજર હતો કે નહીં. ફાયર બ્રિગેડ, પેરામેડિક્સ અને પોલીસ સહિતની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો કાટમાળ નીચે દબાયેલા, બચી ગયેલા લોકોને બહાર કાઢવા માટે કાટમાળ હટાવવાનું કામ કરી રહી છે.


એક અહેવાલમાં સત્તાવાર નિવેદનને ટાંકીને જણાવવામાં આવ્યું કે ગુમ થયેલા લોકોમાં બાંધકામ કામદારો સામેલ છે, જેઓ કથિત રીતે મ્યુનિસિપલ નિયમોનું પાલન કર્યા વિના, ગુપ્ત રીતે કામ કરી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે યોગ્ય પરવાનગીના અભાવને કારણે ઓગસ્ટમાં પહેલા પણ કામની જાણકારી મળી હતી અને કામ રોકી દેવામાં આવ્યું હતું. આર્જેન્ટિનાના સુરક્ષા મંત્રી પેટ્રિશિયા બુલરિચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર જાહેરાત કરી કે ફેડરલ પોલીસની વિશેષ ટીમોને સ્થળ પર તૈનાત કરવામાં આવી રહી છે, જેમાં સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ અને કેનાઇન યુનિટનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version