ક્રાઇમ
ગીર સોમનાથ જિલ્લાના 10 બૂટલેગરોને પાસા તળે જેલમાં ધકેલતા જિલ્લા પોલીસવડા
દીવાળીના તહેવાર સબબ એલ.સી.બી. તથા પ્રભાસ પાટણ પો.સ્ટે દ્વારા કરવામાં આવેલ પ્રોહીબિશન લગત અસરકારક કામગીરી જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ આગામી દિવાળીના તહેવાર અનુસંધાને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય, જે અનુસંધાને એલ.સી.બી. તથા પ્રભાસ પાટણ પો.સ્ટે દ્વારા અલગ અલગ ટીમો બનાવી સઘન પેટ્રોલીંગ રાખી વેરાવળ સીટી, તથા પ્રભાસ પાટણ પો.સ્ટે. વિસ્તારમાં તા.01/10/2024 થી તા.27/10/2024 સુધી રેઇડો કરી નીચે વિગતે અસરકારક કામગીરી કરવામાં આવેલ છે.
દેશી દારૂૂના કેસ 9, વિદેશી દારૂૂના કેસ -05, પીધેલના કેસ – 22, પ્રોહી નીલ રેઇડ રક્ષ, એમ.વી.એકટ 185 ના કેસ – 04, તડીપાસ કરેલ – 01, કુલ 27 બુટલેગર વિરૂૂધ્ધ પાસા દરખાસ્ત મુકવામાં આવેલ જેમાંથી કુલ – 10 બુટલેગરોની પાસા દરખાસ્ત મંજુર થતા જેલ હવાલે કરવામાં આવેલ. આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ એલ.સી.બી. ઇ.ચા. પો.ઇન્સ. એ.બી.જાડેજા, તથા પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા વેરાવળ સીટી પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામી તથા પ્ર.પાટણ પો.ઇન્સ. એમ. પી. પટેલ તથા પોલીસ સ્ટાફ હજાર રહેલ.