ક્રાઇમ
જુગારના ત્રણ દરોડામાં ચાર મહિલા સહિત 10ની અટકાયત
જામનગર શહેરમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો જ્યારે મેઘપર ગામમાં બે દરોડા પાડ્યા હતા અને ચાર મહિલા સહિત 10 આરોપીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે. લાલપુર તાલુકા ના મેઘપર ગામમાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલી મીનાબા ધીરુભા જાડેજા, પ્રજ્ઞાબા સુરુભા જાડેજા, હસૂબા ચંદુભા ચુડાસમા, તેજલબા અરવિંદસિંહ ચુડાસમા તેમજ માનસંગ ગોવુભા જાડેજા અને માનભા લાખાજી વાઢેર સહિત સાત પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 52,500 ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
જુગાર અંગે નો બીજો દરોડો જોગવડ ગામ પાસે પાડવામાં આવ્યો હતો, જ્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા જેકન જેસુરભાઈ ઘોડા તેમજ દશરથ ગંગાજી ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. જુગારનો ત્રીજો દરોડો જામનગરમાં આદર્શ સ્મશાન નજીકના વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ચલણી નોટો ના નંબર ઉપર હારજીતનો જુગાર રમી રહેલા શંકર સોઢાભાઈ બારીયા તેમજ ઝાકીર કાસમભાઇ દરજાદાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂૂપિયા 1,070 ની રોકડ કબજે કરી લીધી છે.