મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ કારખાનાની લેબર કોલોનીમાં કામ કરતી વખતે અચાનક ઉલટી થતા સુતા બાદ યુવક જાગેલ નહી અને યુવકનું મોત નિપજ્યું હતું. મૂળ બીહાર રાજ્યનો વતની અને હાલ મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ ગુરૂૂકૃપા ટ્રેડિંગ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અમરનાથ સુખદેવભાઈ તાંતી (ઉ.વ.31) નામનો યુવક ગુરૂૂકૃપા ટ્રેડીંગમાં મજુરી કામ કરતી વખતે અચાનક ઉલ્ટી થતા પોતાના રૂૂમે જઇ સુઇ ગયેલ બાદ સવારના સાડા સાતેક વાગ્યાના અરસામાં જમવા તથા મજુરી કામે જવા મટે જગાડતા બે ભાન હોય જેને સારવાર માટે 108 માં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરેલ જેથી મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
