Site icon Gujarat Mirror

શિવાજીનગરમાં બીજા માળેથી પગ લપસતા નીચે પટકાયેલા યુવકનું મોત

શહેરમાં દુધસાગર રોડ પર આવેલા શિવાજી નગરમાં રહેતો યુવાન પોતાના ઘરે હતો ત્યારે અકસ્માતે પગ લપસતા બીજા માળેથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનુંં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંતી મળતી વિગત મુજબ દુધસાગર રોડ પર આવેલ શિવાજીનગરમાં રહેતો વિજય બાબુભાઈ બારૈયા ઉ.વ.35 સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે અકસ્માતે પગલ લપસતા નીચે પટકાયો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન બે ભાઈ ત્રણ બહેનમાં વચેટ અને અપરણીત હતો.બીજા બનાવમાં રૈયાગામમાં રહેતો ભાવેશભાઈ ભરતભાઈ રાઠોડ નામનો 28 વર્ષનો યુવાન સાધુવાસવાણી રોડ મુરલીધર ચોક પાસે હતો ત્યારે મોઈનીયા, આશિફ બેલીમ અને એક અજાણ્યા શખ્સે ઝઘડો કરી કાતર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version