Site icon Gujarat Mirror

સચાણાના દરિયામાં માછીમારી જાળમાં ફસાઈ જતાં યુવકનું મોત

જામનગર નજીક સચાણા ગામના દરીયા કિનારે માછીમારી કરતી વેળાએ એક દુર્ઘટના બની છે, અને માછીમાર યુવાન પોતાની જ માછીમારીની જાળમાં ફસાઈ જતાં ડૂબી જવાથી કારણ મૃત્યુ નિપજ્યું છે.

જામનગર તાલુકાના સચાણા માં રહેતો અને માછીમારી કરતો જાફર રજાકભાઈ કકકલ નામનો 34 વર્ષનો માછીમાર યુવાન ગત 16 તારીખે સચાણા નજીક ના દરિયામાં માછીમારી કરવા માટે ગયો હતો, અને પોતાની જાળમાં દરિયાના પાણીમાં અકસ્માતે માછીમારીની જાળમાં થઈ ગયો હતો અને દરિયાઈ પાણીમાં ડૂબવા લાગ્યો હતો.જેનું ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજયું છે.

આ બનાવ અંગે પોલીસને જાણ કરતા એએસઆઈ કે. ક.માધણ બનાના સ્થળે તેમજ હોસ્પિટલ દોડી ગયા હતા અને મૃતદેહ ન કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. બનાવનાર સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version