Site icon Gujarat Mirror

રૈયાધારમાં યુવાનનો ફાંસોખાઇ આપઘાત

oplus_2097184

શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
મુળ ઉપલેટાના ગધેથડનો વતની અને હાલ રૈયાધાર વિસ્તારમાં રહેતા દિલીપ પ્રેમજી વારસેડીયા (ઉ.વ.35) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા યુનિ. પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવહી કરી મૃતદેહની પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક દિલીપ બે ભાઇ બે બહેનમાં નાનો અને અપરિણીત હતો. તેણે આ પગલુ શા માટે ભરી લીધુ એ અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનુ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

જયારે બીજા બનાવમાં રૈયાધારમાં બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસે રહેતા રમેશભાઇ દેવજીભાઇ પરમાર (ઉ.વ.46)નામના આધેડ આજે સવારે પોતાના ઘરે અચાનાક બેભાન થઇ જતા તેમનું મોત નીપજ્યુ હતુ આ અંગે યુનિ. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ હતી.

Exit mobile version