Site icon Gujarat Mirror

તરણેતરના મેળામાં પાણીની બોટલનો ઘા કરવા પ્રશ્ર્ને યુવાન પર ધોકા વડે હુમલો

oplus_2097184

થાનગઢના તરણેતરમાં ચાલી રહેલા ભાતીગળ લોકમેળામાં પાણીનો બોટલનો ઘા કરવા પ્રશ્ર્ને વાંકાનેરના યુવાન ઉપર બે શખ્સોએ ધોકા વડ હુમલો કરી માર મારતા તેને ઇજા ગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં વિછીપરા વિસ્તારમાં રહેતો જીતેન્દ્ર જેઠાભાઇ ધામેચા (ઉ.વ.45)નામનો યુવાન આજે વહેલી સવારે પરિવાર સાથે તરણેતરનો મેળો કરવા ગયો હતો. દરમિયાન મેળામાં ફરતો હતો ત્યારે કોઇએ પાણીનો બોટલનો ઘા કર્યો હયો.

જેથી તેણે પાણીની બોટલ કોણે ફેંકી તેમ પૂછતા આરોપી સુમિત અને મોગલે ઝઘડો કરી લાકડાના ધોકા વડે હુમલો કરી મારમારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાોં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રૂખડીયાપરામાં યુવાનને માર માર્યો રૂખડીયાપરામા આંગણવાડી પાસે રહેતો અવેઝ રજાકભાઇ શેખ (ઉ.વ.22)નામનો યુવાન આજે સવારે ઘર પાસે હતો ત્યારે સલીમ અને રહેમાને ઝઘડો કરી લાકડી વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Exit mobile version