Site icon Gujarat Mirror

મહુવામાં અગાઉ થયેલ મારામારીની દાઝે યુવાન પર કોશ અને ધોકા વડે હુમલો

ભાવનગર ના મહુવામાં રહેતા યુવાન ઉપર પાંચ શખ્સોએ કોશ,લાકડાના ધોકા વડે હુમલો કરી નાખવાની ધમકી આપતા યુવાને તમામ વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે પ્રાપ્ત મહુવાના નુતન નગર આમલીના નાળા પાસે રહેતા યુવાન મોહિતભાઈ કિશોરભાઈ મેર ઉપર સિંગલમાં થયેલી મારામારીની દાઝ રાખી મોહિતભાઈ તેમના નવા બની રહેલા મકાને હાજર હતા ત્યારે ગુલીબેને ગાળો આપી તેના દીકરા ને બોલાવી મારવાની ધમકી આપતા મોહિતભાઈ તેના દીકરા સલીમભાઈ ઇબ્રાહીમભાઇ મલેક પાસે જતા સલીમ અને તેના બે મિત્રો અને ગુડ્ડુ એ સિંગલ માં થયેલ મારામારી વખતનો તું અમારા ધ્યાન માં છો એમ કહીને મોહિતભાઈને લોખંડની કોશ અને લાકડાના ધોકા તેમજ ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી,મોહિતભાઈ ત્યાંથી ભાગી જતા તેની પાછળ જઈને પણ માર મારી તારે કોઈ પાવર હોય તો કાઢી નાખજે અને કેસ કરવો હોય તો કેસ પણ કરજે તેમ કહીં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં ઇજાગરાત મોહિતભાઈ ને સારવાર અર્થે હોસ્પિટલ પાસેડવામાં આવતા તેને સલીમ ઈબ્રાહીમભાઇ મલેક તેની માતા ગુલીબેન તેના બે મિત્રો અને ગુજ્જુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version