જેતપુરના નવાગઢ પટેલ ચોક પાસેના વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા યુપીના બે મજૂરો વચ્ચે 200 રૂૂપિયાની ઉઘરાણી મામલે અને ગાળો બોલવા બાબતે ઝઘડો થતા એક મજુરે શાક સુધારવાના ચાકુ વડે બીજા મજૂરની હત્યા નિપજાવી મિત્રની મદદથી લાશને બળદેવધાર સામેના ખુલ્લા મેદાનમાં ફેંકી દિહી હતી. આ હત્યાના બનાવનો પોલીસે ભેદ ઉકેલી બે આરોપીની ધરપકડ કરી હતી. જેતપુર બાયપાસ રોડ પર -બળદેવધારની સામેના ખુલ્લા મેદાનમાં યુવકની લાશ પડી હોવાની જાણ થતા જેતપુર ઉધોગનગર પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરતા મૃતકના ગળાના ભાગે ઈજાના નિશાન અને શરીર પર પહેરેલ પેન્ટ, શર્ટ અને જેકેટ પર લોહીના નિશામ જોવા મળેલ હતાં.
જેથી આ મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પીટલ ખસેડેલ ત્યાં મૃતદેહનું ફરજ પરના ડોક્ટરે તપાસ કરતા અજાણ્યા યુવાનનું ગળું કપાયેલ હતું. જેથી આ યુવાનની હત્યા થયાનું ખુલતા પોલીસે યુવાનની ઓળખ મેળવવા તપાસ કરી હતી. જેમા તપાસમાં મૃતકનું નામ સંજયકુમાર શ્રીરામ – કબીરદાસ હોવાનું અને તે યુપીના મહુઆ જિલ્લાના બાંદાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. બાદ પોલીસે આ મામલે તપાસ કરતા મૃતક શ્રીરામના સાથે રહેતા અને સાથે કામ કરતા યુપીના આશિષ નંદકિશોર અવસ્થી અને રામચંદ રામરતન બીસ્કર્મને શોધી કાઢી બંનેની પૂછપરછ કરતા હત્યાના બનાવનો ભેદ ઉકેલાઈ ગયો હતો. મૃતક સંજયકુમાર પાસે સાથી મજૂર આશિષ પોતે ઉધાર આપેલ 200 રૂૂપિયાની ઉઘરાણી કરતો હતો.
જેમાં બન્ને વચ્ચે બોલાચાલી થતા મૃતકે આશિષને માતા વિશે અપશબ્દ બોલતા આશિષ ઉશ્કેરાઈને રૂૂમમાં શાક બનાવવાનું ચાકુ પડયું હતું તેના વડે હુમલો કરતા સંજયકુમારને ગળાન ભાગે એક થા લાગતા તે લોહીલુહાણ હાલતમાં તરફડયા મારીને ત્યાંજ દમ તોડી દીધો. હત્યા બાદ ત્યાં અન્ય સાથી મજૂર રામચંદ પણ હાજર હોય તેની મદદથી રાત્રીના સમયે એક મોટર સાયકલ પર મૃતદેહ લઈને તેને બળદેવ ધાર સામેના ખુલ્લા મેદાનમાં ફેંકી દઈને રૂૂમે આવીને રૂૂમમાં આવી ઉંધી ગયા હતાં. પોલીસે આશિષની હત્યાના ગુન્હામાં આશિષ અને રામચંદની મદદગારીના ગુન્હા હેઠળ ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

