Site icon Gujarat Mirror

મોરબીના અણિયારી ગામે યુવાનની હત્યા

માળીયા-અમદાવાદ હાઇવે રોડ ઉપર અણીયારી ગામની સીમમાં શ્રમિક યુવાનને અજાણ્યા શખ્સ દ્વારા કોઈપણ કારણોસર તિક્ષ્ણ હથિયારના ઘા મારીને ગંભીર ઇજા કરવામાં આવી હતી.


જેથી તે યુવાનનું મોત નિપજ્યું હતું. જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂૂ કરી છે.


મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના ગળી તાલુકાના દદુકા ગામના રહેવાસી પુરીબેન સંજયભાઈ મહવઇ (ઉ.35) નામના મહિલાએ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે.


જેમાં તેને જણાવ્યું છે કે માળિયા-અમદાવાદ હાઈવે રોડ ઉપર અણીયારી ગામની સીમમાં આવેલ ગોવિંદભાઈ દેસાઈના ખેતરના સેઢા પાસે તેઓના પતિ સંજયભાઈ મોહનભાઈ મહવઇ (ઉ.35)ને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કોઈપણ કારણોસર તિક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા. જેથી તે યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું. હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ હત્યાની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.મકવાણા ચલાવી રહ્યા છે.

Exit mobile version