Site icon Gujarat Mirror

પાણીના ટાંકામાં નાહવા પડેલા છોકરાને બચાવવા જતાં યુવાન ઉપર દીવાલ ધસી પડતાં મોત

જામનગરની ઘટના: યુવકે સારવારમાં દમ તોડતાં બે બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યું

જામનગરમાં આવેલા શંકરટેકરી વિસ્તારમાં રહેંતો યુવાન ઘર પાસે પાણીના ટાંકામાં ન્હાવા પડેલા છોકરાઓને બચાવવા ગયો હતો ત્યારે અકસ્માતે દિવાલ માથે પડતાં યુવકનું મોત નિપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો અયુબ મહંમદભાઈ સુમરા નામનો 42 વર્ષનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે દિવાલ માથે પડતાં યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજતાં પરિવારમાં માતમ છવાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન ત્રણ ભાઈમાં નાનો હતો.અને પોતાના ઘર પાસે પાણીના ટાંકામાં છોકરા ન્હાવા પડયા હતાં. તેને બચાવવા ગયો હતો. તે દરમિયાન દિવાલ માથે પડતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Exit mobile version