Site icon Gujarat Mirror

નવા થોરાળામાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

લૌક્કિેથી ઘરે આવીને ભરેલું પગલું : કારણ અકબંધ

શહેરના નવા થોરાળા વિસ્તારમાં રહેતા યુવાનને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. લૌક્કિેથી ઘરે આવ્યા બાદ તેમણે આ પગલું ભરી લીધુ હતું. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ નવા થોરાળા શેરી નં.7માં રહેતા કિશોરભાઇ રામાભાઇ ચાવડા (ઉ.વ.45)નામના યુવાને આજે બપોરે 2 વાગ્યાના અરસામાં પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેમને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે તેમને જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક કિશોરભાઇ ત્રણ ભાઇ ત્રણ બહેનમાં નાના અને મજૂરી કામ કરતા હતા તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. આજે સવારે તેઓ લૌક્કિના કામે ગયા હતા. જયાથી પરત ઘરે આવ્યા બાદ આ પગલું ભરી લીધુ હતું. પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version