Site icon Gujarat Mirror

મોરબીના રંગપર ગામે શેડ પરથી પડી જતાં શ્રમિકનું મોત

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ કારખાનામાં રાત્રીના પતરા કટિંગ કરતી વખતે શ્રમિક નું ઉંચાઈથી પડી જતા મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે પાંચ ઈસમો વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી તપાસ ચલાવી છે.

મોરબીના વિસીપરામાં રતા વિજયભાઈ લાલજીભાઈ ઇન્દરીયા (ઉ.વ.40) આરોપીઓ જયદીપ પટેલ,હિરેન પટેલ, ગોપાલભાઈ, જીતેન્દ્ર રંગપરીયા અને અંબારામ ભાઈ રંગપરીયા પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ જયદીપ પટેલ, હિરેન અને ગોપાલભાઈ એ લુકાસો સિરામિકના માલિક અંબારામ અને જીતેન્દ્ર સાથે ગુનાહિત કાવતરું રચી રંગપર ગામની સીમમાં આવેલ બંધ કંપની લુકાસો સિરામિક કારખાનામાં લાગેલ કેંચી (એન્ગલ) કાઢવાનું કામ રાખી આરોપીઓએ બંધ કંપનીમાં રાત્રીના ભાગે અંધારા માં કામ કરવાની માનવ જીવની હાની થાય તેવી હકીકત જાણતા હોવા છતાં બેદરકારીથી સાધનો વગર ગેસ વેલ્ડીંગથી કટિંગ કરાવતા હતાં.

જેમાં ફરિયાદીના બનેવી વિક્રમભાઈ પરશોતમભાઈ પાટડીયા પચ્ચીસ ફૂટ દીવાલથી નીચે પડતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું જે ઈજા અકસ્માતથી થયેલ તેવી ખોટી હકીકત રાજ્યસેવક ડોક્ટર પાસે જાહેર કરી સાપરાધ મનુષ્યવધનો ગંભીર પ્રકારનો ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે કારખાનાના માલિક સહીત પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version