Sports
મહિલા ટી-20 વલ્ડ ર્કપ વિજેતા ન્યૂઝીલેન્ડ ભારતીય ટીમના ઘૂંટણિયે, 59 રનથી હાર
વર્લ્ડ કપ વિજેતા ટીમને હરાવાનો આનંદ પણ અનેરો છે અને ભારતને આ તક સાંપડી છે ટી 20 વર્લ્ડ કપ વિજેતા ન્યૂઝીલેન્ડને ભારતીય મહિલાઓએ ઘૂંટણીએ પાડી દીધું હતું ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 59 રને હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની ભારતીય ટીમે 44.3 ઓવરમાં 227 રન બનાવ્યા હતા જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 40.4 ઓવરમાં 168 રન જ બનાવી શકી અને આ રીતે તેની 59 રનથી હાર થઈ. ન્યુઝીલેન્ડને પહેલી જ ઓવરમાં જ આંચકો લાગ્યો હતો. સુઝી બેટ્સ એક રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જ્યોર્જિયા 25 બોલમાં 25 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સોફી ડિવાઈન રન આઉટ થઈ હતી. લોરેને 56 બોલમાં 26 રન બનાવ્યા હતા.
હેલિડેએ 54 બોલમાં 39 રન બનાવ્યા હતા. ગેજ 32 બોલમાં 32 રન બનાવીને રનઆઉટ થયો હતો. જેસ કેરે ત્રણ રન બનાવ્યા હતા.બેટિંગ ફ્રેન્ડલી પિચ પર ભારતે 91 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, આ પછી જેમિમાહ રોડ્રિગ્ઝ અને નવોદિત તેજલ હસબનિસે સાથે મળીને ભારતીય ઇનિંગ્સની કમાન સંભાળી હતી. કિવી બોલિંગ ઈડન કારસને બે વિકેટ ઝડપી છે. યસ્તિકા ભાટિયા સારી શરૂૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યા ન હતા અને અનુક્રમે 37 અને 33 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
કેપ્ટન સ્મૃતિ મંધાનાએ માત્ર પાંચ રન જ્યારે દયાલન હેમલતાએ માત્ર ત્રણ રન બનાવ્યા હતા. ભારત તરફથી રાધા યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી.