Site icon Gujarat Mirror

સાત વર્ષના પુત્ર સાથે ઘરેથી નીકળી ગયેલા મહિલા ગુમ

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા ગ્રીન વીલા પાસે રહેતી મહિલા શનિવારે રાત્રે પોતાના સાત વર્ષના પુત્ર સાથે ઘરેથી નીકળ્યા પછી ગુમ થઈ જતાં પોલીસને જાણ કરવામાં આવી છે. આથી પોલીસે તપાસ શરૂૂ કરી છે.
જામનગર-ખંભાળિયા રોડ પર ગ્રીન વિલા-પમાં ફૂડ રિસોર્ટ સામે રહેતી મનિષાબેન શૈલેષભાઈ ભટ્ટ નામની ત્રીસ વર્ષના પરિણીતા શનિવારે રાત્રે સાડા દસેક વાગ્યે પોતાના ઘરેથી સાત વર્ષના પુત્ર રૃદ્ર ને સાથે લઈ ને ઘરે થી નીકળી ગઇ હતી.

આ પરિણીતા ગઈકાલ રાત સુધી ઘેર પરત નહીં ફરતાં સિક્કા પોલીસ સ્ટેશનમાં તેણીના પુત્ર સાથે ગુમ થવા અંગે જાણ કરવામાં આવી છે. મહિલા પાંચેક ફૂટની ઉંચાઈ અને ઉજળો વાન ધરાવે છે. મજબૂત બાંધો અને માથામાં લાલ વાળ છે. છેલ્લે તેણી એ દુધીયા રંગ નું સ્વેટર પહેરેલુ હતું.

તેની સાથે ગુમ થયેલો બાળક રૃદ્ર પાતળા બાંધાનો છે. પોલીસે માતા-પુત્રના ફોટા તથા વર્ણન મેળવી તપાસ શરૃ કરી છે. આ વ્યક્તિઓ અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિક્કા પોલીસ સ્ટેશન-0288-2344249 અથવા જમાદાર એસ.આર. ભગોરા-95108 14092નો સંપર્ક કરવા એક યાદી માં જણાવાયું છે.

Exit mobile version