Site icon Gujarat Mirror

જામનગર નજીક નદીમાં મહિલાએ ઝંપલાવી દીધું: પદયાત્રીઓએ તુરંત બચાવી લીધા

જામનગર નજીક બેડ ની નદી પાસે આજે સાંજે વિચિત્ર બનાવ બન્યો હતો. એક મહિલાએ નદીમાં ઝંપલાવ્યું હતું, આ વેળાએ દ્વારકા પદયાત્રાએ જનારા સંઘ પૈકીના કેટલાક પદયાત્રીઓનું ધ્યાન પડી જતાં તુરતજ તેઓએ પણ નદીમાં ઝંપલાવી દીધું હતું, અને મહિલાને બહાર કાઢી લીધા હતા, અને 108 ની ટુકડીને જાણ કરી હતી. 108 ની ટીમે સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે જી.જી હોસ્પિટલમાં પહોંચાડી છે.

જ્યાં મહિલા હાલ સારવાર હેઠળ છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ગાગવા ગામમાં રહેતી ઝરીનાબેન બાબુભાઈ નામની 45 વર્ષીય મહિલા કે જે સાંજે 5.30 વાગ્યાના અરસામાં બેડની નદીમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ વેળાએ ત્યાંથી પદયાત્રા ના સંઘ નીકળી રહ્યા હતા, જે પૈકીના કેટલાક પદયાત્રીઓનું ધ્યાન પડતાં તેઓએ દોડી જઈ મહિલાને બચાવી લીધી હતી, અને પાણીમાંથી બહાર કાઢી જરૂૂર સારવાર કરી હતી.

સાથો સાથ 108 ની ટીમને પણ બોલાવી લીધી હતી, જેથી 108 ની ટુકડી તાબડતો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને મહિલાને પ્રાથમિક સારવાર આપી દીધી હતી, જેથી તેણીનો જીવ બચી ગયો હોવાથી હાલ બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, અને તેણીના પરિવારજનો પણ આવી ગયા છે. સમગ્ર મામલામાં પોલીસ દ્વારા આ બનાવ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે. પદયાત્રીઓ, અને 108 ની ટીમના ઇ.એમ.ટી. સમીર ખાન તેમજ પાયલોટ હિરેનભાઈ પરમાર વગેરેના પ્રયાસોથી એક મહિલાનો જીવ બચ્યો છે.

Exit mobile version