Site icon Gujarat Mirror

મોરબીની નીલકંઠ સોસાયટીમાં મહિલાનો ફાંસો ખાઈ આપઘાત

સામાકાંઠે આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા 48 વર્ષીય મહિલાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મોરબીના સામાકાંઠે આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા ટીલાબા અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.વ.48) ગત તા. 21 ના રોજ બપોરે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

યુવકનો આપઘાત
મોરબી તાલુકાના અમરાપર ગામે રહેતા 30 વર્ષના યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મોરબી તાલુકાના અમરાપર (ના) ગામના રહેવાસી દીપક નવઘણભાઈ રૂૂદાતલા (ઉ.વ.30) વાળાએ ગત તા. 21 ના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે રૂૂમમાં પંખા સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે. મોરબી તાલુકા પોલીસ ટીમે મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે અને યુવાને ક્યાં કાણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે.

Exit mobile version