Site icon Gujarat Mirror

સાધુવાસવાણી રોડ પર મહિલાએ યુવાનને બેફામ માર માર્યો, વીડિયો વાઇરલ

રાજકોટ શહેરમા જાહેરમા મારામારીની ઘટનાઓનાં વીડિયો સોશ્યલ મીડિયામા વાયરલ થાય છે. ત્યારે આજે વધુ એક વીડિયો સોશિયલ મીડીયામા વાયરલ થયો હતો આ ઘટનામા સાધુ વાસવાણી રોડ પર આવેલા ગુરૂજી નગર આવાસ યોજનાનાં કવાર્ટર પાસેનો એક વીડીયોમા એક મહીલા યુવાનને મોં પર મુકકા મારી અને લોહીલુહાણ કરી નાખે છે અને આજુબાજુનાં લોકો આ તમાશો જોઇ રહયા છે. તેમજ અન્ય એક મહીલા વચ્ચે પડી યુવાનને છોડાવવાનો પ્રયત્ન કરી રહી છે તેમજ આ ઘટનાનો વીડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થતા યુનિવર્સિટીનો પોલીસનો સ્ટાફ દોડતો થયો હતો.

Exit mobile version