રાજકોટના આજી ડેમ ચોકડીએથી એસટી બસમાં બેઠેલી મહિલાનો ડબ્બો ઉઠાવી ચાર મહિલા ફરાર
લોધિકાના બાલાસર ગામના મહિલા રાજકોટ આજીડેમ ચોકડી થી એસટી બસ માં ખારચિયા ગામે લગ્ન પ્રસગે જતા હતા ત્યારે એસટી બસમાં સાથે મુસાફરી કરી રહેલી ચાર મહિલાએ ધક્કામુક્કી કરી મહિલાના થેલા માંથી રૂૂ.18 લાખના સોનાના ઘરેણા ભરેલો ડબ્બો ચોરી લેતા આ મામલે 11 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ લોધિકાના બાલાસર ગામના શિતલબેન દિનેશભાઇ મેણંદભાઇ મેત્રા (ઉ.વ.32) નામના મહિલા ગઈ તા-02/02/2025 ના રોજ ખારચિયા ગામ માસીના દિકરાના લગ્નમા જવાનુ હોવાથી શીતલબેન તેમજ પુત્રી પ્રગતિ કૌટુંબીક નણંદ ઇલાબેનને બાલાસરથી દિનેશભાઈ એમ.ટી.વી. હોટલ સામે મુકી ગયેલ અને ત્યાં બહેન પાયલ પહેલેથી તેમની રાહ જોઈને ઉભા હતા ત્યાંથી પાંચેય એક ઓટો રીક્ષામા બેસી કે.કે.વી. હોલ જવા નીકળયા હતા ત્યારે ઓટો રીક્ષામા એક અજાણી મહિલા પહેલેથી બેઠેલી હોય છ વ્યકતિ કે.કે.વી. હોલ આવ્યા હતા.
જ્યાંથી શીતલબેન અને પુત્રી સહીતની તેમના માસી બબુબેન તથા તેમની દિકરી સિધ્ધી રાહ જોતા હતા આ બન્ને પણ સાથે આવ્યા અને સાત વ્યક્તિઓ ત્યાથી બીજી ઓટો રિક્ષામાં આજીડેમ ચોકડી આવ્યા હતા.
શીતલબેન સહિતના પરિવારના સાત સભ્યો આજીડેમ ચોકડીથી ખારચીયા જવા માટે એસટી બસમાં બેસવા જતા હતા ત્યારે ટ્રાકીક હોય અને અજાણી ચાર જેટલી મહિલાઓ આજુ બાજુ ધક્કામુકી કરતા હતી.
શીતલબેન સહિતના પરિવારના સભ્યો એસટી બસમા બેસેલ હતા અને બસ થોડી આગળ ચાલેલ ત્યારે શીતલબેને તપાસ કરતા તેમની પાસે રહેલ લેડીઝ પર્સ જોતા પર્સની ચેન ખુલી મળેલ જેથી પર્સ ચેક કરતા પર્સમાં ઘરેણા ભરેલા ડબ્બો રાખેલ હોય જે જોવા મળેલ ન હતો આ ડબ્બામા એક સોનાનો હાર,સોનાના બે કંગન,એક સોનાનો ચેઇન,એક લેડીજ માળા,એક જોડી બુટી, વિંટિ સહીત 36 તોલાના રૂૂ.17.70 લાખના સોનાના ઘરેણા હતા જે ચોરી થઈ ગયા હતા.
શીતલબેને આ અંગે તરત જ સાથેના બધા સગાઓને અને પતિ દિનેશભાઈને ફોન કરી આ બનાવ બાબતે જાણ કરેલ હતી. બસમા ચડતી વખતે જે ચાર મહિલાઓ શીતલબેન આસપાસ હતી તે બસમાં જોવા મળેલ ન હતી જેથી આ ચાર અજાણી મહિલાઓએ જ ચોરી કર્યાની શંકા હોય આ બાબતે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ માટે ગયા ત્યારે પોલીસે અરજી લીધી હતી. બાદમાં બનાવના 11 દિવસ બાદ અંતે પોલીસ ફરિયાદ નોધી હોય આ મામલે આજીડેમ પોલીસ અને ક્રાઈમ બ્રાંચ તેમજ એલસીબીની ટીમે તપાસ શરૂૂ કરી છે.