Site icon Gujarat Mirror

માર્ચના પ્રથમ સપ્તાહમાં PM મોદી જામનગર આવશે? તંત્ર એકશનમાં

ગુજરાતના માર્ચના પહેલા સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાત લઈ શકે છે. પ્રધાનમંત્રીના સંભવિત આગમનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે.માહિતી અનુસાર, PM મોદી જામનગરના સર્કિટ હાઉસ ખાતે સંભવિત રીતે રાત્રિ રોકાણ કરી શકે છે. આ મુલાકાત દરમ્યાન, વડાપ્રધાન જામનગરના રાજવી જામસાહેબ સાથે મુલાકાત કરી શકે છે, જે સાથે જ, પ્રધાનમંત્રીએ આ દરમિયાન જામનગરના નજીકના વનતારાની પણ મુલાકાત લેવાનો નિર્ણય લઈ શકે છે.

આ મુલાકાતમાં વિવિધ વિકાસ અને પ્રાકૃતિક સંસાધનોને લગતી ચિંતાઓ પર ચર્ચા કરવામાં આવી શકે છે.વિશેષ વધુમાં, મુખ્યમંત્રીની આગેવાનીમાં રાજ્ય સરકારની ટીમ દ્વારા પ્રધાનમંત્રી આવનાર હોવાથી આ મુલાકાત માટે દરેક પ્રકારની તૈયારીઓ હાથ ધરી છે, જેથી તેમને મૌકો મળતાં વધુ સકારાત્મક પરિણામ મળી શકે અને સૂરક્ષાની વ્યવસ્થા કરી શકાય.

Exit mobile version