Sports

પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન ટ્રોફીની મેજબાની છીનવાશે? હાઇબ્રિડ મોડેલ માટે બાકી દેશો સંમત

Published

on

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પર સૌની નજર ટકી છે. આ ટુર્નામેન્ટની યજમાની પાકિસ્તાનના હાથમાં છે, જે ફેબ્રુઆરી અને માર્ચમાં રમાશે. પરંતુ આઇસીસીએ હજુ સુધી ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું નથી. તેની પાછળનું સૌથી મોટું કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ વિવાદ છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવા માંગતી નથી અને હાઈબ્રિડ મોડલ માટે તૈયાર છે.


પરંતુ પીસીબી સમગ્ર ટૂર્નામેન્ટ પોતાના દેશમાં યોજવા માંગે છે. આવી સ્થિતિમાં આઇસીસીએ 29મી નવેમ્બરે તમામ બોર્ડની બેઠકનું આયોજન કર્યું હતું, જેથી આ ટૂર્નામેન્ટ અંગે અંતિમ નિર્ણય લઈ શકાય. પરંતુ આ બેઠક મુલતવી રાખવામાં આવી છે. આ એક વર્ચ્યુઅલ મીટિંગ હતી, જે માત્ર 10 થી 15 મિનિટ જ ચાલી શકી હતી, ત્યારબાદ મીટિંગ 30મી નવેમ્બર એટલે કે આજસુધી સ્થગિત કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, આ બેઠકમાં હાઈબ્રિડ મોડલ પર ચર્ચા થઈ હતી, જેમાં પાકિસ્તાન એકલું પડી ગયું હતું. એટલે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી રહેલા તમામ ક્રિકેટ બોર્ડ ભારત સાથે છે અને તેઓ હાઇબ્રિડ મોડલ પર ટૂર્નામેન્ટ રમવા માટે તૈયાર છે. પરંતુ પાકિસ્તાન હજુ પણ પોતાની જીદ પર અડગ છે. તે સમગ્ર ટૂર્નામેન્ટ માત્ર પાકિસ્તાનમાં જ કરાવવા માંગે છે.


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને એકલું ઊભું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન હવે હોસ્ટિંગ રાઇટ્સ ગુમાવવાનો ભય છે. જો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ બેઠકમાં પોતાની જીદ પર અડગ રહેશે તો તેને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. એવી અપેક્ષા છે કે આગામી 24-48 કલાકમાં કોઈ ઉકેલ મળી જશે અને ત્યારબાદ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ પણ જાહેર કરશે, કારણ કે હવે આ ટૂર્નામેન્ટ શરૂ થવામાં 3 મહિનાથી પણ ઓછો સમય બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version