મચ્છાનગરમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીનો આપઘાત

રાજકોટ શહેરનાં આરટીઓ પાછળ મચ્છાનગર મફતીયાપરામા રહેતા કીરણબેન અનીલભાઇ ડાભી નામનાં ર4 વર્ષનાં પરણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેમને 108 ઇએમટીનાં ભાવેશભાઇએ જોઇ તપાસી…

રાજકોટ શહેરનાં આરટીઓ પાછળ મચ્છાનગર મફતીયાપરામા રહેતા કીરણબેન અનીલભાઇ ડાભી નામનાં ર4 વર્ષનાં પરણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેમને 108 ઇએમટીનાં ભાવેશભાઇએ જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા તેમનાં લગ્નને દોઢ વર્ષ થયુ છે અને આ અંગે બી ડીવીઝન પોલીસ મથકનાં પીએસઆઇ ડી. બી. ગાધે અને સ્ટાફે તપાસ શરુ કરી હતી. તેમનાં પતિ સબંધીમા સગાઇ પ્રસંગમા બહાર ગામ ગયા ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો ત્યારબાદ કીરણબેને આ પગલુ ભરી લીધુ હતુ.

જયારે બીજી ઘટનામા 150 ફુટ રીંગ રોડ પર આવેલી સાંઇધામ સોસાયટીમા રહેતા સંધ્યાબેન પ્રદીપભાઇ જાદવ નામનાં પ1 વર્ષનાં મહીલા 5ોતાનાં ઘરે બાથરુમમા પડી જતા તેમને સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડાયા હતા જયા તેમનુ સારવાર બાદ મૃત્યુ નીપજયુ હતુ. તેઓ હાલ જમાઇ અને દીકરી સાથે રહેતા હતાં.
આ ઘટના અંગે સંધ્યાબેનના મૃત્યુનું સાચુ કારણ જાણવા માટે પોલીસે તેમના માવતર પક્ષનું નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે.