ગુજરાત

વડિયા પંથકમાં એકાતરા વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન: મોઢે આવેલો કોળિયો છીનવાયો

Published

on

ખેડૂતોને ખેતપાક નુકસાની સહાય તાત્કાલિક આપવા માગણી

સમગ્ર રાજ્યમાં આસોમાસમાં રોજ વરસતો વરસાદ જગતાત ની મુશ્કેલીઓ માં સતત વધારો કરતો જાય છે.ત્યારે સૌરાષ્ટ્ર સહીત અમરેલી જિલ્લા માં મેઘરાજા આસો માસમાં પણ મન મૂકી ને વરસતા જોવા મળી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડાના ગ્રામીણ તાલુકા એવા વડિયા અને તેના આસપાસ ના ગ્રામીણ વિસ્તાર માં એક આંતરા વરસતા વરસાદે જગતાત ની ચિંતામાં વધારો કર્યો છે. હાલ છેલ્લા દસ દિવસથી વડિયા અને તેના ગ્રામીણ વિસ્તાર એવા દેવલકી, બાટવા દેવળી, હનુમાન ખીજડીયા,ઢૂંઢિયા પીપળીયા, મોરવાડા, ખડખડ, ખાન ખીજડીયા, રામપુર, તોરી, અરજણસુખ સહિત અન્ય ના ગામોમાં બપોર બાદ વરસતા વરસાદ થી ખેતી આધારિત આ તાલુકા માં ખેતીની મૌસમ શરુ થતા મગફળી ખેડૂતો એ ઉપાડી હોવાથી પથરા રોજ ક્યાંક પાણીના વહેણ માં તણાતા, તો ક્યાંક વરસાદી પાણી ભરાતા તરતા પાથરા , તો ક્યાંક પલળતા પાથરા જોવા મળી રહ્યા છે.

સાથે કપાસમાં આવેલો નવો ફાલ પણ ખરી રહ્યો છે ત્યારે ખેડૂતોને પારાવાર નુકશાની થઈ રહી છે.ત્યારે જગતાત ગણાતા ખેડૂત ને મુખ્ય મૌસમ નો પાક તૈયાર થઈ ગયો અને હાલ મોઢે આવેલો કોળિયો છીનવાતો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ જગતાતની ચિંતા વધતા સમગ્ર તાલુકામાં થયેલી નુકશાની નો સર્વે કરાવી ને તાત્કાલિક સહાય જાહેર કરવા ખેડૂતો માંગણી કરી રહ્યા છે. જોકે આ બાબતે અમરેલી કુંકાવાવ વડિયા ના જાગૃત ધારાસભ્ય કૌશિક વેકરીયા દ્વારા પણ સરકાર ને લેખિત માં આ બાબતે રજુઆત કરવામાં આવી છે. ત્યારે સરકારે વહેલી તકે આ પ્રકિયા શરુ કરી નુકશાની ની સહાય ચૂકવે તેવી લોકમાંગણી પણ જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version