Site icon Gujarat Mirror

તું મારી સાથે રસ્તામાં કેમ ઝઘડો કરતી હતી, પરિણીતાને પતિએ માથામાં તાળું ઝીંકયું

રાજકોટ શહેરમા કાલાવડ રોડ પર સાંઝાચુલા હોટલની પાછળ સરકારી આવાસના કવાર્ટર નં 202 મા બીજા માળે રહેતા પરીણીતાને તેમના પતિએ ઝઘડો કરી માથામા તાળુ ઝીકી દેતા તેણીએ તાલુકા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે. આ ઘટના મામલે પોલીસે આરોપીને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.

વધુ વિગતો મુજબ સરકારી આવાસમા રહેતા રૂપાબેન કૈલાશભાઇ રાઠોડ નામના પરણીતીએ તેમના પતિ કૈલાસ દિનેશ રાઠોડ વિરૂધ્ધ તાલુકા પોલીસમા ફરીયાદ નોંધાવી છે. જેમા પીએસઆઇ એલ. બી. ડીંડોર તપાસ ચલાવી રહયા છે. કૈલાસબેને જણાવ્યુ હતુ કે તેઓ પોતાના ઘરે હતા ત્યારે તેમના પતિએ માથાકુટ કરી માર મારી કહયુ કે તુ રસ્તામા કેમ મારી સાથે ઝઘડો કરતી હતી કહી ઢીકાપાટુનો માર મારી અને બાદમા તાળુ લઇ રૂપાબેનને માથામા ઝીકી દેતા રૂપાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે રૂપાબેને પોલીસમા ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Exit mobile version