માધાપર ચોકડી પાસે અવધ રેસીડેન્સી ફલેટ નં 104 મા રહેતી મિનાક્ષીબેન નીપુણભાઇ શીરોયા એ તેમનાં પતિ નીપુણભાઇ , સાસુ હિનાબેન હર્ષદભાઇ, સસરા હર્ષદભાઇ મગનભાઇ અને માસીજી સાસુ જયોતીબેન રાજેશભાઇ વાજા સામે ત્રાસ અને મારકુટ કર્યાની મહીલા પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવી છે.
મીનાક્ષીબેને પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેમનાં લગ્ન ફેબ્રુઆરી 2019 મા થયા હતા લગ્ન થકી તેમને સંતાનમા એક દીકરી છે. લગ્નનાં છએક મહીના બાદ સાસુ – સસરા અને પતિ ઘરકામ બાબતે ત્રાસ આપવા લાગ્યા હતા. અને પતિ કહેતા કે તુ મને ગમતી નથી. તારામા આવડત નથી. તેમ કહી મેણા ટોણા મારતા અને દીકરીનો જન્મ થયા બાદ પતિ કે સાસરીયા તેની સાર સંભાળ રાખતા નહી. દીકરીની તબીયત સારી ન હોય ત્યારે તેની સારવાર કરાવવાનુ કહેતા પતિ અને સાસુ – સસરા કહેતા કે તારા માવતરે જઇને સારવાર કરાવજે . દીકરી આવ્યા બાદ સાસરીયાઓને ગમ્યુ નહી. અને તેઓને દીકરો જોઇતો હતો . પતિ અવાર નવાર કહેતા કે તુ કરીયાવર સારો લાવી નથી. અને પીયરેથી પૈસા લાવવા માટે દબાણ કરતા હતા તેમજ માધાપર ચોકડી પાસે આવેલી નંદનવન સોસાયટીમા રહેતા માસીજી સાસુ જયોતીબેન વાજા ઘરે આવી પતિ અને સાસરીયાઓને ચડામણી કરતા. અને કહેતા કે મીનાક્ષીને ઘરમાથી કાઢી મુકો બીજી છોકરી મારા ધ્યાનમા છે. નીપુણને બીજે પરણાવી દેશુ. તેમ કહી માનસીક ટોર્ચર કરતા હતા.
સાસરીયાઓનાં ત્રાસથી કંટાળી જઇ મીનાક્ષીબેન બે વાર રીસામણે આવ્યા હતા તેમજ સાસરીયાઓ ઝઘડો કરી પહેરેલ કપડે દીકરીને અને મીનાક્ષીબેનને કાઢી મુકતા હતા. એક વાર પીયરેથી સમાધાન કરી સાસરીયે લઇ ગયા બાદ ફરી થોડા દીવસમા ઝઘડો ચાલુ કરી દીધો હતો . તેમજ ત્રણેક વર્ષ પહેલા ઘરમા ઝઘડો થયો હતો. ત્યારે પતિએ કહયુ કે તુ મને ગમતી નથી. મારે તારી સાથે છુટાછેડા લેવા છે. તુ ઘરમાથી નીકળી જા. તેમ કહી દીકરીને અને મીનાક્ષીબેનને ઘરમાથી કાઢી મુકયા હતા. મીનાક્ષીબેન છેલ્લા 3 વર્ષથી રીસામણે છે. અને તેઓએ ભરણ પોષણ અને ડોમેસ્ટીક વાયોલેન્સનો કેસ કર્યો છે.

