અમદાવાદના હાથીજણમાં ચાર મહિનાના બાળકી પર કુતરાના હુમલાથી મોત મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવી ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીમાં એક ચર્ચા થઈ છે. રાજ્ય સરકારની કેબિનેટ બાદ એએમસીની સમિતિમાં પણ ચર્ચા કરવામાં આવી છે.
એએસમી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ ડોગ્સ રજિસ્ટ્રેશન ફરિજીયાત કરવું પડશે. સમય મર્યાદામાં અનુસાર નોંધણી થશે નહીં તો કાર્યવાહી થશે. ચેરમેને જણાવ્યું છે કે શ્વાનનું રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો શિક્ષાત્મક કાર્યવાહીમાં ગટર , નળ કનેક્શન કાપી નખાશે. જરૂૂર લાગશે તો શિક્ષાત્મક કાર્યવાહી પણ કરાશે. રજીસ્ટ્રેશન નહીં હોય તે ડોગ્સ શેલ્ટર હોમમાં મુકાશે.
અંતિમ તારીખ 31 મે નક્કી કરવામાં આવી છે. જે માલિકો આ સમયમર્યાદામાં પોતાના શ્વાનનું રજિસ્ટ્રેશન નહીં કરાવે, તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.31 મે સુધીમાં પાલતુ શ્વાનની નોંધણી ન કરનાર માલિકોના પાણી અને ગટર કનેક્શન કાપી નાખવામાં આવશે. આ નિર્ણય શ્વાન માલિકોને ફરજિયાત નોંધણી કરાવવા માટે ગંભીરતાથી વિચારવા મજબૂર કરશે. આ નિયમનો ભંગ કરનાર પેટ ડોગ માલિકો માટે અખઈ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં પાલતુ શ્વાનોની ગણતરી રાખવાનો, તેમની આરોગ્ય સ્થિતિ પર નજર રાખવાનો અને રખડતા શ્વાનોના પ્રશ્નને અંકુશમાં લેવામાં મદદ કરવાનો છે.

