Site icon Gujarat Mirror

રાજકોટમાં બે સ્થળે લૂંટ ચલાવનાર ચડ્ડી-બનિયાન ગેંગનો વોન્ટેડ શખ્સ ઝડપાયો

ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં ચોરી અને લૂંટના વધુ ભેદ ઉકેલાશે

રાજકોટ શહેર તથા અન્ય શહેરો અને જીલ્લાઓમાં લૂંટ,ધાડ તેમજ ઘરફોડ ચોરી કરી તરખાટ મચાવનાર ચડ્ડી-બનીયાનધારી ગેંગના એક વોન્ટેડ સાગરિતને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લઇ બે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.પુછપરછમાં હજુ પણ વધુ ચોરી અને લુંટના ભેદ ઉકેલાશે. પકડાયેલ શખ્સે ગાંધીગ્રામ તથા બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં વોન્તેડે હતો.


રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા,ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી.બસીયા દ્વારા મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂૂ સુચના આપેલ હોય ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઈ વી.ડી.ડોડીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સટેબલ દિપકભાઇ ચૌહાણ, યુવરાજસિંહ ઝાલા અને પ્રદિપસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે ચોક્કસ હકીકત આધારે એરપોર્ટ ફાટક પાસેથી દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના પટેલ ફળીયુના બીલીયા ગામના ગોરો વરસીંગભાઇ મોહનીયા (ઉ.વ.25)ને ઝડપી લીધો હતો.

પુછપરછમાં પકડાયેલ ગોરો ગાંધીગ્રામ તથા બી-ડીવીઝન પોલીસ મથકના લુંટના ગુન્હાઓમાં વોન્ટેડ હોવાનું ખુલ્યું હતું.ક્રાઇમ બ્રાંચના પી.આઈ એમ આર.ગોંડલીયા, પી.આઈ એમ.એલ.ડામોર,પીએસઆઈ વી.ડી.ડોડીયા અને ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ રૂૂપાપરા, અમીતભાઇ અગ્રાવત, દિપકભાઇ ચૌહાણ, યુવરાજસિંહ ઝાલા, મયુરભાઇ મિયાત્રા, રાજેશભાઇ જળુ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર, વિશાલભાઇ દવેએ કામગીરી કરી હતી.

Exit mobile version