Site icon Gujarat Mirror

દરવાજા પાસે તરછોડાયેલી બાળકીની જવાબદારી વિશ્ર્વ ઉમિયાધામ ઉપાડશે

અમદાવાદ એસ.પી રિંગરોડ પર જાસપુર ખાતે આવેલા વિશ્વ ઉમિયાધામ મંદિરના ગેટ પાસે કોઇ વ્યક્તિએ નવજાત બાળકીને તરછોડી દીધી હોવાના બનાવે લોકોમાં અરેરાટી પ્રસરાવી છે. બનાવની જાણ થતાં વિશ્વઉમિયા ફાઉન્ડેશને બાળકીની સારસંભાળ રાખવાની જવાબદારી સ્વાકીરી છે.

વિશ્વ ઉમિયાધામના મંદિરના ગેટ પાસે ગુરૂૂવારે મોડી સાંજે કોઇ બાળકના રડવાનો અવાજ સાંભળી લોકો ટોળે વળ્યા હતાં. તરછોડાયેલી હાલતમાં પડેલી નવજાત બાળકીને ત્યજી દેનાર કોઇ જોવા મળ્યું ન હતું. બનાવની જાણ થતાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલ સંસ્થાની ટીમ સાથે ગેટ ઉપર પહોંચ્યા હતાં અને બાળકીને ઉચકી તેની સંભાળ લીધી હતી. આ અંગે વિશ્વ ઉમિયા ધામની ટીમે જણાવ્યુ કે તરછોડાયેલી હાલતમાં મળી આવેલી આ દીકરીની તમામ જવાબદારી સંસ્થા લેશે.

Exit mobile version