ક્રાઇમ

ભાવનગરમાં ચાલુ કારે સ્ટિયરિંગ મૂકી બોનેટ પર બેસી સિગારેટ ફૂંકતા ચાલકનો વીડિયો વાઇરલ

Published

on

ભાવનગરના એક યુવાને પોતાની કારનો દરવાજો ખોલીને ચાલતી ગાડીએ દરવાજા પર બેસીને સિગારેટના કસ ફૂંક્યા હતા. સાથે સોશિયલ મીડિયામાં રીલ્સ મૂકી નઅમારી જેવું તમારાથી નો થાયથ લખનાર યુવકે જોખમી રીતે પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂક્યો હતો. ચાલુ ગાડીએ સ્ટીયરિંગ છોડીને દરવાજા પર બેસી ગયો હતો.
ભાવનગર શહેરમાં સોશિયલ મીડિયામાં વિવિધ એકાઉન્ટો પર પોલીસ દ્વારા વોચ રાખી સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી જાહેર રોડ પર વાહન પર સ્ટંટબાજી કરતા ઇસમને પકડી કાયદાનું ભાન કરાવતી ભાવનગર એસઓજી પોલીસે ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે એસ.ઓ.જી પોલીસ શાખા પાસેથી મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પર જાહેર રોડ પર વાહન પર સ્ટંટબાજી કરતા પોસ્ટ મૂકનાર ઈસમ વિપુલ નટુભાઈ મકવાણા (ઉં.વ.37) રહે સુભાષનગર વાળાને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.


વિપુલે સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પોતાની ફોરવીલ ગાડી નંબર ૠઉં 04 ઉ 6415 ઉપર ચાલુ ગાડીએ બારણું ખોલી ગાડીના બારણા ઉપર બેસી સિગારેટનો દમ મારતો સ્ટંટબાજી કરતી રીલ્સ અપલોડ કરી હતી. રીલ્સ પર અમારી જેવું તમારા થી નો થાય તથા બાપુ ટેગ મારી રીલ્સ અપલોડ કરી હતી, આથી એસઓજી પોલીસે વિપુલને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version